AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના વિવિધ મહાનગરો માટે 200 કરોડની મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજનાને ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે.

ગુજરાતના વિવિધ મહાનગરો માટે 200 કરોડની મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજનાને ભૂપેન્દ્ર પટેલની મંજૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2025 | 9:27 PM
Share

ગુજરાતના વિવિધ મહાનગરોની ફરતે ગ્રીન રિંગ રોડ બનાવવા માટે, ભૂપેન્દ્ર પટેલની સરકારે રૂપિયા 200 કરોડની યોજનાને મંજૂરીની મહોર મારી છે. રાજ્યના મહાનગરપાલિકાઓમાં સુવ્યવસ્થિત શહેરી પરિવહન અને કાર્યક્ષમ રોડ નેટવર્ક માટેની ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂપિયા 200 કરોડનું બજેટ ફાળવેલ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા માટે શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. એટલું જ નહિં, શહેરી વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરવાની બાબતો પણ આવરી લેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાની SOP તૈયાર કરવા માટે આ ક્ષેત્રના જાણકાર, અનુભવી અને જરૂરી કુશળતા ધરાવતા તજજ્ઞોની એડવાઈઝરી કમિટી અગ્ર સચિવની અધ્યક્ષતામાં રચવામાં આવી હતી. આ તજજ્ઞ કમિટીની ભલામણો મુજબ આવા રિંગ રોડ નિર્માણમાં અદ્યતન ગ્રીન-ક્લીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને સામગ્રીઓના વધુને વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય પણ રાખવામાં આવ્યો છે.

શહેરોની સુંદરતા અને પર્યાવરણપ્રિય મૂલ્યોમાં વધારો કરવાની સાથે દૃઢ અને ન્યૂનતમ જાળવણી ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની બાબત આ રિંગ રોડ વિકાસ યોજનાની SOPમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ગ્રીન રીંગ રોડ માટે સ્ટેઈનેબલ ઈન્ટીગ્રેશન અન્વયે કેરેઝ-વે, મીડિયન અને શોલ્ડર્સ, ડ્રેનેજ અને વરસાદી પાણીનું વ્યવસ્થાપન, રોડ યુટીલિટીઝ, વૃક્ષારોપણ તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને રોડ સલામતિ સુવિધાઓ પણ આવરી લેવામાં આવી છે.

જે મહાનગરોમાં ગ્રીન રિંગ રોડનો વિકાસ આ યોજનામાં કરવામાં આવે તેમાં નવીન સંસાધનો પરની જરૂરિયાત ઘટાડવા અને સરક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે રોડ નિર્માણમાં ઉપયોગ થનારા કુલ મટિરીયલના 25 ટકા રિસાયકલ મટીરીયલના ઉપયોગને પ્રાથમિકતા આપવાનું પણ SOPમાં ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આવા ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટમાં જે કુલ એનર્જી વપરાશમાં લેવાય તેમાંથી મહત્તમ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવું આયોજન કરવા મહાનગરપાલિકાઓને સૂચવવામાં આવ્યું છે.

આ ગ્રીન રીંગ રોડ વિકાસ માટેના પ્રોજેક્ટની જટિલતા અને સ્કેલ ધ્યાનમાં લઈને ગ્રીન રિંગ રોડ પ્રોજેક્ટના અમલીકરણ માટે રાજ્ય સરકારની વખતોવખતની ગાઇડલાઇન અને નિયત થયેલી SOP મુજબ કરવાનું રહે છે. પ્રોજેક્ટ સંબંધિત ડી.પી.આર.ની ટેકનિકલ અને એન્વાયરમેન્ટલ સમીક્ષા પણ હાથ ધરવાની રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી દ્વારા સ્માર્ટ સસ્ટેનેબલ સીટીઝ નિર્માણનું જે વિઝન આપ્યું છે તેને આ મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના ક્લાઇમેટ રિઝિલિઅન્ટ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નવી દિશા આપશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">