AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: હાર્દિક પંડ્યા બરોડાની ટીમમાંથી પણ બહાર, શું ઈજાઓના કારણે ખતમ થશે કારકિર્દી?

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની મેદાનમાં વાપસીની રાહ વધુ લાંબી થઈ ગઈ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માટે જાહેર થયેલી બરોડાની ટીમમાં તેને સ્થાન મળ્યું નથી. હાર્દિક હજુ ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી અને બેંગલુરુમાં પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. આ સ્થિતિ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અંગે પણ સવાલો ઊભા કરી રહી છે.

Hardik Pandya: હાર્દિક પંડ્યા બરોડાની ટીમમાંથી પણ બહાર, શું ઈજાઓના કારણે ખતમ થશે કારકિર્દી?
hardik pandyaImage Credit source: X
| Updated on: Nov 07, 2026 | 7:15 PM
Share

હાર્દિક પંડ્યા છેલ્લે 24 મે, 2026ના રોજ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર છે. 8 માર્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ બાદ તેણે ભારત માટે પણ કોઈ મેચ રમી નથી. હાર્દિક હાડકામાં થયેલી સ્ટ્રેસ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. BCCIએ બરોડા ક્રિકેટ એસોસિએશનને તેને મેચ રમાડવાને બદલે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પુનર્વસન કાર્યક્રમ ચાલુ રાખવાની સલાહ આપી છે. તેથી ઘરેલુ ક્રિકેટ દ્વારા વાપસી કરવાની તેની યોજના પણ અટકી ગઈ છે.

હાર્દિક પંડ્યાની મેદાનમાં વાપસીમાં વિલંબ

ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા A સામેની વનડે શ્રેણી માટે ઈન્ડિયા A ની ટીમમાં હાર્દિક પંડયાનો સમાવેશ થતાં તેની વાપસીની આશા જાગી હતી. જોકે, પગની પિંડીની ઈજા ફરી ઊભી થતાં તેણે શ્રેણીમાંથી ખસી જવું પડ્યું હતું. સતત ઈજાઓને કારણે તેની ફિટનેસ સામે પડકારો વધી રહ્યા છે.

ઈજાઓને કારણે કારકિર્દી પર ઉઠયા સવાલ

33 વર્ષીય હાર્દિકની ઈજાઓને કારણે તેની કારકિર્દી અંગે ચર્ચા શરૂ થઈ છે. સતત ફિટનેસની સમસ્યાઓને કારણે તેણે T20 ટીમની કેપ્ટનશીપ પણ ગુમાવી હતી. જોકે, સંપૂર્ણ ફિટ હોય ત્યારે તે હજુ પણ T20 અને વનડે ટીમમાં સ્થાન મેળવવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, તેની ટેસ્ટ કારકિર્દી પહેલેથી જ સમાપ્ત થઈ ચૂકી છે. નીતિશ કુમાર રેડ્ડી અને સૂર્યાંશ શેડગે જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે તો હાર્દિક માટે સ્પર્ધા વધુ મુશ્કેલ બની શકે છે.

કૃણાલ પંડ્યા બરોડાની ટીમનું નેતૃત્વ કરશે

હાર્દિકની ગેરહાજરીમાં તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા બરોડાની ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે અતિત શેઠ ઉપ-કેપ્ટન રહેશે. ટીમમાં દીપક હુડા અને જીતેશ શર્મા જેવા અનુભવી ખેલાડીઓનો પણ સમાવેશ કરાયો છે. બરોડા એલિટ ગ્રુપ Aમાં છે અને 14 નવેમ્બરે મુંબઈમાં ચંદીગઢ સામે પ્રથમ મેચ રમશે. ટુર્નામેન્ટ 14 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યોજાશે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બરોડાની ટીમ

કૃણાલ પંડ્યા (કેપ્ટન), અતિત શેઠ (ઉપ-કેપ્ટન), દીપક હુડા, શશાંક શર્મા, શાશ્વત રાવત, અમિત પાસી (વિકેટકીપર), જીતેશ શર્મા, ભાનુ પાનિયા, મહેશ પીઠિયા, પરીક્ષિત પાટીદાર, હેમંત પુંડે, રાજ લીંબાણી, રસિક દર, ધ્રુવ બી પટેલ, સફવાન પટેલ. સ્ટેન્ડબાય ખેલાડીઓ: પ્રિયાંશુ મોલિયા અને ચિંતલ ગાંધી.

IND vs NZ: વેલિંગ્ટનમાં ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો મોટો રેકોર્ડ, રોહિત અને વિરાટે પણ કરી કમાલ

Follow Us
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 28 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
બાયોમેડિકલ પ્લાન્ટ સ્થાપવા મુદ્દે મળેલી લોકસુનાવણીમાં ગામલોકોનો હોબાળો
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગૌમાતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માગ સાથે વાવ થરાદમાં પળાયો બંધ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
ગુજરાતમાં ISIS, અલ-કાયદા અને જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking News: વડોદરા: આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ગુજરાતના સંતોનું મહાઅભિયાન
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
અમદાવાદમાં ડેન્ગ્યૂનો ડબલ એટેક! બે મહિનામાં 700થી વધુ કેસ,જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
GTUમાં PhD કરતો વિદ્યાર્થી ડ્રગ્સ કેસમાં ઝડપાયો ! જુઓ Video
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
અમદાવાદમાં 3,000થી વધુ EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે
હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video
હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે મહિલા બની ડ્રગ્સ પેડલર, ઝડપાઈ ! Video
g clip-path="url(#clip0_868_265)">