ભાવનગરમાં આંખ,કાન,નાક, ગળાના દર્દીઓમાં વધારો, જાણો શું છે કારણ ?
આ માટે મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ, ઓનલાઈન એજ્યુકેશન અને અન્ય બાબતો જેવી કે પૂરતી ઊંઘ ના લેવી, તડકાથી આંખનું રક્ષણ ન રાખવું જેવી બાબતો પણ સામેલ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
ભાવનગર (Bhavnagar) હોસ્પિટલમાં નિદાન અને સારવાર માટે આવતા દર્દીઓને (Patient)આંકડો જોતાં કહી શકાય કે આંખ ઉપરાંત કાન-નાક-ગળાની (Ear-nose-throat)સમસ્યા સાથેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગ અને અન્ય કારણોસર ઓપીડીમાં આંખના રોગ ધરાવતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ હોય છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં માટે e.n.t માટે આવતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. શહેરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દર મહિને સરેરાશ ૫૦૦ થી વધુ દર્દીઓ આંખની તપાસ અને સારવાર માટે આવ્યા હતા.
તો કાન-નાક-ગળા એટલે ent સમસ્યા સાથે પણ પ્રત્યેક મહિને સરેરાશ ૪૦૦ જેટલા દર્દીઓ હોસ્પિટલમાં તબીબોની મુલાકાત લઈ ચૂક્યા છે. જોકે સરકારી હોસ્પિટલમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યાના દર્દીઓમાં ખાસ બહુ મોટો વધારો જોવા મળ્યો નથી. છેલ્લા કેટલાક સમયથી કાન નાક ગળાની તકલીફ વધી છે. ગયા વર્ષે જેટલા દર્દીઓ આવતા તેની કરતા આવા દર્દીઓની સંખ્યામાં વધારો જોઈ શકાય છે. આંખની સારવાર અને નિદાન નિષ્ણાંત તબીબોના જણાવ્યા પ્રમાણે આંખની સમસ્યા સામાન્ય 35 વર્ષ પછીના લોકો વધુ જોવા મળતી હતી. પરંતુ છેલ્લા એક વર્ષમાં નાના બાળકો પણ આવી સમસ્યાથી પીડાતા થયા છે. અને આવા દર્દીઓની સંખ્યા વધી છે.
આ માટે મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ, ઓનલાઈન એજ્યુકેશન અને અન્ય બાબતો જેવી કે પૂરતી ઊંઘ ના લેવી, તડકાથી આંખનું રક્ષણ ન રાખવું જેવી બાબતો પણ સામેલ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. હાલમાં ઠંડીનું પ્રમાણ વધતા અને કાન, નાકની પૂરતી સંભાળ ના લેવા જેવી બાબતોને લઈને પણ કાન- નાક- ગળા ની સમસ્યાઓના દર્દીઓ વધી રહ્યા છે. દર મહિને ent સરેરાશ ૪૦૦ દર્દીઓ આવતા હતા. તે વધીને 739 જેટલો આગળ પહોંચી જવા પામેલ છે. જોકે હાલમાં ગળા, નાકમાં તકલીફ થતા લોકો કોરોના થયાનું સમજી રહ્યા છે. હકીકતમાં આ સમસ્યા ઠંડીના લીધે અને વાતાવરણની અસરના લીધે પણ હોઈ શકે છે.
આ પણ વાંચો : અંબાજીમાં આજે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો, મંદિર પરિસરમાં ભક્તોને પ્રવેશ ન અપાયો
આ પણ વાંચો : ભાવનગર : નકલી સ્ટેમ્પ પેપરના આધારે નકલી ડોક્યુમેન્ટ કૌભાંડમાં બે આરોપીની ધરપકડ