અંબાજીમાં આજે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો, મંદિર પરિસરમાં ભક્તોને પ્રવેશ ન અપાયો

અંબાજીમાં આજે પોષ સુદ પુર્ણીમાને માં અંબેનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો, મંદિર પરિસરમાં ભક્તોને પ્રવેશ ન અપાયો
અંબાજીમાં પ્રાગટયોત્સવ ( માં-્અંબા-ફોટો)

શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિર બંધ હોવા છતાં અંબાજી મંદિર ચાચરચોકમાં દર વર્ષે આયોજીત કરાતાં મહાશક્તિ યજ્ઞનું આયોજન આજે પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં જીલ્લા કલેકટરના યજમાન પદે હવનની તમામ ધાર્મીક ક્રિયાઓને પુજા-વિધી કરાઇ હતી.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 17, 2022 | 5:49 PM

યાત્રાધામ અંબાજીમાં (Ambaji)આજે પોષસુદ પુર્ણીમાને માં અંબે નો પ્રાગટ્યોત્સવ (Pragatyotsav)એટલે કે જન્મોત્સવની ઉજવણી (Celebration)ખુબ જ ધામધુમથી કરવામાં આવે છે. પરંતુ કોરોના (Corona) મહામારીને લઇ અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરીસરમાં યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ હતુ. તેમ છતાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે વર્ષ પરંપરાગત રીતે ઉજવાતી ધાર્મીક ક્રિયાઓને રાબેતા મુજબ રાખી હતી. અને વિવિધ કાર્યક્રમો મંદિર ટ્રસ્ટે યોજ્યા હતા.

શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિર બંધ હોવા છતાં અંબાજી મંદિર ચાચરચોકમાં દર વર્ષે આયોજીત કરાતાં મહાશક્તિ યજ્ઞનું આયોજન આજે પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં જીલ્લા કલેકટરના યજમાન પદે હવનની તમામ ધાર્મીક ક્રિયાઓને પુજા-વિધી કરાઇ હતી. અને યાત્રીકો પણ મોટી સંખ્યામાં અંબાજીમાં જોવા મળ્યા હતા. જેમને શક્તિદ્વારનાં બહારથી જ માતાજીનાં શિખર અને ધજાના દર્શન કરી સંતોષ માનવો પડ્યો હતો. આજે માતાજીનો જન્મોત્સવ હોવાથી માતાજીને સોનાંના થાળમાં રાજભોગ ધરાવાયો હતો. અને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો હતો. સાથે આ પોષીપુનમને શાંકમભરી પુનમ મનાતી હોવાથી માતાજીને શાકભાજીનો પણ અન્નકુટ ધરાવી મંદિરનાં પુજારી દ્વારા વિશેષ આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મીક ઉત્સવ સેવા સમીતી દ્વારા ગબ્બરગઢથી અખંડ જ્યોત લાવી અંબાજી મંદિરમાં જ્યોતથી જ્યોત મીલાવી હતી. અને માતાજીની પ્રતિમાની આરતી પણ કરવામાં આવી હતી.

માતાજીનાં પ્રાગટ્યોત્સવને લઇ શ્રદ્ધાળુંઓ દ્વારા અંબાજી મંદિરનાં શિખરે આજનાં દિવસે અનેક ધજાપતાકાઓ ચઢતી હોય છે. અને મંદિરનું શિખર ધજા વગર સુનુ ન રહે તેને લઇ ધાર્મીક ઉત્સવ સેવા સમીતીને ધજા ચઢાવવાની પરમીશન મળતાં માતાજીનાં મંદિરે જીલ્લા કલેકટર તેમજ ધાર્મીક ઉત્સવ સેવા સમીતીનાં મર્યાદીત સભ્યોનાં હસ્તે મંદિરનાં શિખરે ધજા ચઢાવી તે પણ ટેક પુરી કરાઇ હતી. જોકે હાલ અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવેલ છે. ત્યાર બાદ સરકારની એસઓપીની ગાઇડ લાઇન પ્રમાણે મંદિર ખોલવા બાબતે નિર્ણય લેવાશે. તેમ જીલ્લા કલેકટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેન આનંદપટેલે જણાવ્યુ હતુ.

જોકે અંબાજી મંદિર 22 જાન્યુઆરી બાદ જ્યારે પણ સરકા ની એસ.ઓ.પી પ્રમાણે ખોલવામાં આવે ત્યારે યાત્રીકોએ પોતાના રસીકરણનાં બે ડોઝ લીધેલાનાં સર્ટીફિકેટ તેમજ 72 કલાક પહેલા કરાવેલાં આર.ટી.પી.સી આર ટેસ્ટનો રીપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં બાળકોનું કોરોના વેકસીનેશન પૂરજોશમાં, સપ્તાહમાં ટાર્ગેટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો : VADODARA : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati