Breaking News: ભાવનગર ડમી કૌભાંડમાં બનાવાયેલી SITના અમરેલીમાં ધામા, જિલ્લામાં અનેક ઉમેદવારોની પરીક્ષા ડમી લોકોએ આપી હોવાનુ આવ્યુ સામે

Bhavnagar: ભાવનગર ડમી કૌભાંડનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે. ડમીકાંડમાં અનેક ઉમેદવારોની પરીક્ષા અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં ડમી લોકોએ આપી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.

Breaking News: ભાવનગર ડમી કૌભાંડમાં બનાવાયેલી SITના અમરેલીમાં ધામા, જિલ્લામાં અનેક ઉમેદવારોની પરીક્ષા ડમી લોકોએ આપી હોવાનુ આવ્યુ સામે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 3:56 PM

ભાવનગરના ડમીકાંડમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે ડમી કૌભાંડની તપાસ માટે બનાવાયેલી SITએ અમરેલીમાં ધામા નાખ્યા છે. SITની તપાસનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે. અમરેલી જિલ્લામાં ડમીકાંડના અનેક ઉમેદવારોની પરીક્ષા જિલ્લાની વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં ડમી લોકોએ આપી હોવાનુ સામે આવ્યુ છે. ભાલીયા રાજ ગીગાભાઇના ડમી પરીક્ષાર્થી તરીકે વર્ષ 2022માં ધોરણ-12 સાયન્સની પરીક્ષા ઝવેરચંદ મેઘાણી હાઈસ્કુલ, બગસરા, અમરેલીમાં આપી હતી. અમરેલીની અન્ય શાળાઓમાં પણ બોર્ડની અને સરકારી ભરતીમાં ડમી લોકોએ પરીક્ષા આપી હોવાની શક્યતા છે. SITની ટીમના અધિકારીઓએ જુદી જુદી ટીમ બનાવી અમરેલી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ તરફ ડમીકાંડમાં પ્રાથમિક શિક્ષણ વિભાગે પણ મોટી કાર્યવાહી કરી છે. શરદ પનોત અને પ્રકાશ દવેને શિક્ષણ વિભાગે ફરજમોકૂફ કર્યા છે. શરદ પનોત સરતાનપરની પ્રા.શાળામાં ફરજ બજાવતો હતો. જ્યારે પ્રકાશ દવે તળાજા તાલુકામાં બીઆરસી સંયોજક તરીકે ફરજ પર હતો. ડમી કૌભાંડના બન્ને આરોપી સામે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા તેમને ફરજમોકૂફ કર્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Gujarati Video: ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની કરાઈ રચના, PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની કરાઈ અટકાયત

યુવરાજના આરોપો પર GPSSBના પ્રમુખ હસમુખ પટેલે કરી સ્પષ્ટતા

ડમીકાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવા અંગે  ગુજરાત પંચાયત સર્વિસ ઈલેક્શન બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યુ કે મારી પાસે જે માહિતી આવી ત્યારે મે માહિતી DGPને આપી હતી. DGPના કહેવાથી તે માહિતી ભાવનગર પોલીસને આપી હતી. તે માહિતીના આધારે ભાવનગર પોલીસે આ બનાવ અંગે સારી કાર્યવાહી કરી છે.

યુવરાજે કુલ 8થી10 લોકોના નામની માહિતી આપી હતી, 70 નામો આપ્યા નથી

યુવરાજસિંહના આરોપો અંગે GPSSBના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યુ કે યુવરાજસિંહ જાડેજા મારી પાસે આવ્યા અને કેટલાક નામ આપ્યા હતા. મે ચારથી પાંચ નામ આપ્યા હતા અને બાકીના 5 જેટલા નામ મેસેજ કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ મને 70 નામો આપ્યા નથી. કુલ 8થી10 લોકોના નામની માહિતી આપી હતી. યુવરાજસિંહ જાડેજાએ મને જે માહિતી આપી હતી તે માહિતી મે ATSને આપી તેના કરતા વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

ડમી કૌભાંડમાં સામે આવેલા આરોપીઓ

ડમી કૌભાંડમાં મિલન બારૈયાએ અનેક લોકોની પરીક્ષા આપી હતી. પોલીસે મિલન બારૈયાને પૂછપરછ માટે બોલાવતા ખૂલાસો થયો છે. મિલન બારૈયાએ માત્ર ભાવનગર નહીં અન્ય જિલ્લામાં પણ પૈસા લઈને ડમી તરીકે પરીક્ષા આપી છે.

  1.  વર્ષ 2020માં શિક્ષક શરદ પનોતના કહેવાથી તેમના ઓળખીતા કોઇ શિક્ષકના દીકરાની ધોરણ-12ની ફિઝીક્સની પરીક્ષા ભાવનગર, સ્વામી વિદ્યામંદિરમાં ડમી વિદ્યાર્થી તરીકે આપી હતી.
  2.  વર્ષ-2020માં ધોરણ-12 આર્ટસ અંગ્રેજી પેપરની પરીક્ષા એમકે ,જમોડ સ્કુલ, ભાવનગર ખાતે આપી. જે પરીક્ષાર્થીનું નામ તેને યાદ નથી
  3.  કવિત એન રાવને, ડમી પરીક્ષાર્થી તરીકે લેબ ટેકનીશિયનની 13માર્ચે 2022એ અમદાવાદમાં પરીક્ષા આપી હતી.
  4. જેઠવા ભાવેશભાઇ રમેશભાઇ રહે,પીપરલા તા.તળાજાવાળાના ડમી પરિક્ષાર્થી તરીકે પશુધન નિરીક્ષક સ્ટોકની તા. 26માર્ચે પરીક્ષા આપી હતી,
  5.  રાજપરા (દિહોર) તા. તળાજાનાં કોઈ વિદ્યાર્થીના નામે વન રક્ષકની વર્ષ-2022 ની પરીક્ષા આપેલી હતી. વર્ષ 2022 માં ધોરણ-10 ની પરીક્ષા જી,એન.દામાણી મ્યુનિસિપલ હાઇસ્કૂલ, ધારી જી.અમરેલી ખાતે આપેલ હતી.
  6.  ભાલીયા રાજ ગીગાભાઇના ડમી પરિક્ષાર્થી તરીકે સને-2022 મા ધોરણ-12 સાયન્સની પરીક્ષા ઝવેરચંદ મેઘાણી હાઈસ્કુલ, બગસરા, જી, અમરેલી ખાતે આપેલ હતી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">