Gujarati Video: ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની કરાઈ રચના, PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની કરાઈ અટકાયત

Bhavnagar: ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની રચના કરી દેવાઈ છે. આ સાથે SITની ટીમે ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની અટકાયત કરી છે. સંજય પંડ્યા બિનસચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે બેઠા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:22 PM

ભાવનગર ડમીકાંડની તપાસ માટે SITની રચના કરી દેવાઈ છે. SITની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. ડમીકાંડમાં સંડોવાયેલા PSIની તાલીમ લેતા સંજય પંડ્યાની અટકાયત કરવામાં આવી છે. સંજય પંડ્યા ગાંધીનગરમાં આવેલી કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. SITની ટીમે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી જ તેમની અટકાયત કરી છે. સંજય પંડ્યાએ વર્ષ 2021માં યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષય નામના ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આથી ડમી ઉમેદવારને કારણે અક્ષયે પરીક્ષા પાસ પણ કરી લીધી હતી. ડમી ઉમેદવાર સંજય પંડ્યાની અટકાયત કરી તેને ભાવનગર લાવવામાં આવ્યો છે.

ભદ્રેશ રમણાએ તાજેતરમાં બગદાણામાં નર્સિંગ કોલેજ શરૂ કરી, રાજકીય નેતાઓ સાથે છે ઘરોબો

અત્યાર સુધીમાં ડમીકાંડમાં અનેક નવા ખૂલાસા થયા છે. જેમા સૌથી મોટો ખૂલાસો થયો છે. ફરિયાદ નિવેદનમાં જે ભદ્રેશ રમણાનો ઉલ્લેખ છે તે ભદ્રેશ રમણાએ તાજેતરમાં નર્સિંગ કોલેજ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના બગદાણામાં નર્સિંગ કોલેજ શરૂ કરી છે. ભદ્રેશ રમણાનો રાજકીય આગેવાનો સાથે ઘરોબો હોવાનુ સામે આવ્યુ છે. ડમીકાંડમાં નામ આવતા જ કોલેજની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. નેતા સાથે ઘરોબો ધરાવતા હોવાથી અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati Video: ડમીકાંડમાં પોતાની સામે થયેલા આરોપો યુવરાજે ફગાવ્યા, કહ્યુ- કેટલાક લોકો યેનકેન પ્રકારે મારુ મોંઢું બંધ કરવાનો કરી રહ્યા છે પ્રયાસ

ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસ બાદ હવે શિક્ષણ વિભાગે પગલા ભરવા તજવીજ હાથ ધરી છે. શરદ પનોત અને પ્રકાશ દવે સામે શિક્ષાત્મક પગલા લેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શરદ સરતાન પર પ્રાથમિક શાળામાં શિક્ષક અને પ્રકાશ તળાજાનો બીઆરસી સંયોજક છે. આ બંનેને પોલીસ કસ્ટડીમાં 48 કલાકથી વધારે સમય થયો છે. જે બાદ બંનેને સસ્પેન્ડ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.  આરોપીઓની કોલ ડિટેઈલ માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદ પણ લીધી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">