AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આદર્શ અને સાલસ વ્યક્તિ તરીકેની છબી ધરાવતા ભાવનગરથી ભાજપના લોકસભા ઉમેદવાર બે વાર રહી ચુક્યા છે મેયર- જાણો કોણ છે નિમુબેન બાંભણિયા

ભાવનગરથી ભાજપના લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે અને આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની તેમની છાપ છે. સંગઠનાત્મક કામોમાં તેમની વધુ પકડ છે. તેઓ બે વાર મેયર રહી ચુક્યા છે. ત્રણવાર કોર્પોરેટર અને અનેક જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે.

આદર્શ અને સાલસ વ્યક્તિ તરીકેની છબી ધરાવતા ભાવનગરથી ભાજપના લોકસભા ઉમેદવાર બે વાર રહી ચુક્યા છે મેયર- જાણો કોણ છે નિમુબેન બાંભણિયા
| Updated on: Mar 15, 2024 | 10:02 PM
Share

ભાવનગરથી ભાજપે નિમુબેન બાંભણીયાને લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. વર્તમાન સંસદ સભ્ય ભારતીબેન શિયાળ પણ કોળી સમાજમાંથી આવે છે. નિમુબેન બાંભણિયા ભાવનગરના ઘોઘા સ્ટ્રીટ વિસ્તારથી સતત ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહ્યા છે. તેમજ બે વખત ભાવનગરના મેયર રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ સુરેન્દ્રનગરના ભાજપના પ્રભારી હતા. હાલ તેઓ જુનાગઢના પ્રભારી પણ છે.

વ્યવસાયે શિક્ષક નિમુબેનની આદર્શ, સાલસ અને સ્વચ્છ છબી

નિમુબેન બાંભણિયા અત્યંત સાલસ, સાદગીસભર અને આદર્શ છબી ધરાવે છે. નિમુબેન શિક્ષક હતા અને તેઓ એક સ્કૂલ પણ ચલાવે છે અને તેમના પતિ પણ શિક્ષક છે. તે મેયર હતા એ સમયે તેમના પરિવારજનોને સ્પષ્ટ સૂચના હતી કે તેમની મેયર સહિતની ગાડીઓનો ઉપયોગ ન કરવા અને તેમની ઓફિસમાં પણ તેમના પરિવારજનોને આવવાની છૂટ ન હતી.

જાહેર જીવનના આદર્શો વ્યક્તિ જીવનમાં પણ પ્રસ્થાપિત કર્યા

જાહેર જીવનમાં આદર્શ પ્રસ્થાપિત કરવાની વાતો વચ્ચે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ધરાતલ પર ઉતારી ચુક્યા છે. આ પ્રકારની સાફ છબી ઉપરાંત તેમનો કોળી સમુદાય પર પણ સારો પ્રભાવ છે.

નિમુબેન બાંભણીયાના કાર્યક્ષેત્રની જો વાત કરીએ તો

  • તેઓ 2005 થી 2020 સુધી ત્રણ ટર્મ ઘોઘા સર્કલ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર રહી ચુક્યા છે.
  • તેઓ ડિસેમ્બર 2015થી જુન 2018 અને 2009 થી 2010 એમ બે ટર્મ ભાવનગરના મેયર પણ રહી ચુક્યા છે
  • તેઓ 2011થી 2016 દરમિયાન ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર પદે પણ રહ્યા છે.

પ્રભારી તરીકેની જવાબદારી

  • વર્ષ 2011 થી 2013 દરમિયાન અમરેલીના પ્રભારી
  • વર્ષ 2013થી 2019 દરમિયાન સુરેન્દ્રનગરના પ્રભારી
  • વર્ષ 2019- 2020 દરમિયાન ભાવનગર શહેર મહિલા મોરચાના પ્રભારી
  • વર્ષ 2021-2023 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી
  • વર્ષ 2023— થી જુનાગઢ શહેરના પ્રભારી

હાલ તેમને જુનાગઢ શહેરના પ્રભારી તરીકે પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી. આ દરમિયાન પક્ષને મજબુત કરવા તેમજ સંગઠનના તમામ કાર્યક્રમો સફળ બનાવવાની કામગીરી તેમના શિરે હતી.

આ પણ વાંચો: યુવા મંત્રીની છાપ ધરાવતા ભાજપના પોરબંદરથી ઉમેદવાર મોદી સરકારમાં બે વાર રહી ચુક્યા છે મંત્રી- જાણો કોણ છે મનસુખ માંડવિયા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">