AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં પાણીના વિતરણ માટે મનપાનો મહત્વનો નિર્ણય, શહેરના 60% વિસ્તારને બોરતળાવમાંથી પાણી આપવાનું આયોજન

ભાવનગર શહેરના 60% વિસ્તારને બોરતળાવમાંથી પાણી વિતરણ કરવાનો મનપાએ નિર્ણય કર્યો છે. બોરતળાવમાં ઇસ્કોન ક્લબની બાજુમાં નવો 50 MLD ઈન્ટેકવેલ બનાવવાનો સર્વે પૂર્ણ કરેલ છે અને DPR બનાવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે, જેમાં આશરે રૂ. 8.00 કરોડના ખર્ચે ઈન્ટેકવેલ અને આશરે રૂ.16 કરોડના ખર્ચ આશરે 6 કિમી રાઈઝીંગ મેઈન લાઈન નાખવાનું આયોજન કર્યું છે.

ભાવનગરમાં પાણીના વિતરણ માટે મનપાનો મહત્વનો નિર્ણય, શહેરના 60% વિસ્તારને બોરતળાવમાંથી પાણી આપવાનું આયોજન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2026 | 4:56 PM
Share

ભાવનગર શહેરનો વિસ્તાર વધતા અને મહાનગરપાલિકામાં આસપાસના વિસ્તારો ભળ્યા બાદ પીવાના પાણીની જરૂરિયાત પણ એટલી જ વધી ગઈ છે. જોકે મહીપરીએજ, શેત્રુંજી ડેમ અને બોરતળાવમાંથી પૂરતું પાણી મળી રહે છે પરંતુ મહીપરીએજ અને શેત્રુંજી ડેમમાંથી લેવામાં આવતું પાણી મોંઘુદાટ છે. જ્યારે ઘર આંગણાના પાણીના સ્રોત એવા બોરતળાવમાંથી પાણી ખૂબ જ સસ્તુ મળી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં ભાવનગર શહેરના 60 ટકા વિસ્તારને બોરતળાવમાંથી જ પાણી વિતરણ થાય તેવું કોર્પોરેશન દ્વારા આયોજન કર્યું છે. બોરતળાવમાંથી મહત્તમ 115 MLD પાણી મેળવવામાં આવશે તો વાર્ષિક કરોડ જેટલી ખર્ચમાં બચત પણ થશે.

ભાવનગર શહેર માં આવેલ બોરતળાવ માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં. પરંતુ ગુજરાતનું માનવ-નિર્મિત જળાશય હતું. આ તળાવ બંધાયા બાદ અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં મોટા જળાશયો બન્યા હતા. ભાવનગર શહેરની સ્થાપના બાદ નાગરિકોની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે આ મુખ્ય જળ સ્ત્રોત તરીકે બનાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે બોરતળાવમાં ઈશ્વરનગર 40 MLD ઇન્ટેકવેલ બનાવી કાર્યરત કરતા મહાનગરપાલિકાને માસિક રૂ. 0.65 કરોડ અને વાર્ષિક રૂ. 7.80 કરોડની પાણી ખર્ચમાં બચત શરૂ થયેલ છે.

તે જ પ્રકારે તાજેતરમાં બોરતળાવ બટરફ્લાય પાર્ક વેલ ઉપર 20 MLD પંપીંગ સ્ટેશન બનાવી તખ્તેશ્વર ફિલ્ટર ઉપર બોરતળાવના પાણીનો નવો સ્રોત ઉભો કરીને માસિક રૂ. 0.30 કરોડ અને વાર્ષિક રૂ. 3.50 કરોડ સુધીની પાણી ખર્ચમાં બચત કરી શકાય છે. હાલ બોરતળાવમાં ઇસ્કોન ક્લબની બાજુમાં નવો 50 MLD ઈન્ટેકવેલ બનાવવાનો સર્વે પૂર્ણ કરેલ છે અને DPR બનાવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે, જેમાં આશરે રૂ. 8.00 કરોડના ખર્ચે ઈન્ટેકવેલ અને આશરે રૂ.16 કરોડના ખર્ચ આશરે 6 કિમી રાઈઝીંગ મેઈન લાઈન નાખવાનું આયોજન કર્યું છે.

જેના દ્વારા હાલમાં નવા બની રહેલ ફિલ્ટર પ્લાન્ટ કાળીયાબીડ MLD ફિલ્ટર, 15 MLD ફિલ્ટર અને તરસમીયા નવું 35 MLD ફિલ્ટરમાં તેમજ તરસમીયા જૂના 50 MLD ફિલ્ટર એમ કુલ ચાર ફિલ્ટર પ્લાન્ટમાં બોરતળાવનું પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે. જેના કારણે આ તમામ ફિલ્ટર પ્લાન્ટ ઉપર ઓછા ખર્ચથી બોરતળાવનું પાણી ઉપલબ્ધ થશે અને મહાનગરપાલિકાને માસિક આશરે રૂ. 0.85 કરોડ અને વાર્ષિક આશરે રૂ. 10.20 કરોડની પાણી ખર્ચમાં બચત થશે.

આ સિવાય સમગ્ર વર્ષ દરમ્યાન બોરતળાવમાં સરકારની સૌની યોજના મારફત પાણી મળે ત્યારે ઠાલવીને બોરતળાવમાંથી આ તમામ ફિલ્ટર ઉપર પાણી પહોંચાડી શકાશે. સૌની યોજનાનું પાણી માત્ર રૂ. 0.25 પ્રતિ 1,000 લિટરના ચાર્જથી ઉપલબ્ધ થતું હોવાથી સમગ્ર વર્ષ દરમ્યાન તે પાણી મેળવીને પણ વાપરવાથી મહાનગરપાલિકાને વધુ ચાર્જના અન્ય સ્ત્રોતની સરખામણીએ ઘણું સસ્તું પડશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય

Follow Us
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
આજનું રાશિફળ : પરિવારમાં આવશે ખુશીના સમાચાર, ભવિષ્યની યોજના બનશે સફળ
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
જામનગર: કાલાવાડ-ધોરાજી હાઈવે બંધ, ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">