Bhavnagar : પ્રજાના પૈસાનું પાણી ! સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ, પરંતુ પરિણામ શૂન્ય

શહેરમાં રોડ સ્વચ્છ રાખવા લાખોના ખર્ચે લવાયેલ સ્વીપર મશીનો મિસમેનેજમેન્ટના કારણે ધૂળ ખાય છે. ત્યા નવા સફાઈ મશીનો લાવવાનું આયોજન થતા, લોકોના મનમાં સવાલ ઉભા થઇ રહ્યા છે.

Bhavnagar : પ્રજાના પૈસાનું પાણી ! સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ, પરંતુ પરિણામ શૂન્ય
સ્વીપર મશીન
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 28, 2021 | 5:59 PM

ભાવનગર મહાનગર પાલિકામાં (Municipal Corporation) છેલ્લી 6 ટર્મથી ભાજપનું (BJP) શાસન છે, ત્યારે સ્વચ્છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સ્વચ્છતામાં ભાવનગરનો નંબર આવે તે માટે મનપાનું તંત્ર અને મનપા ભાજપના શાસકો અથાક પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ શહેરમાં સ્વચ્છતા દેખાતી જ નથી પછી સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર ક્યાંથી આવે ?

શહેરમાં રોડ સ્વચ્છ રાખવા લાખોના ખર્ચે લવાયેલ સ્વીપર મશીનો મિસમેનેજમેન્ટના કારણે ધૂળ ખાય છે. ત્યા નવા સફાઈ મશીનો લાવવાનું આયોજન થતા, લોકોના મનમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે, પ્રજાના કરના પૈસે મનપાના શાસકો સફાઈના મશીનો પર ધૂળ ચડાવવા મંગાવી રહ્યા છે કે શહેરમાંથી ધૂળ સાફ કરવા મશીનો મંગાવી રહ્યા છે.

ભાવનગર મહાનગર પાલિકા પાસે મેનેજમેન્ટનો અભાવ હોય કે પછી નોલેજનો અભાવ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે લાખો કરોડો ખર્ચ કરવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરનો ક્રમ આગળ વધતો જ નથી. જે માટે જાહેર શૌચાલયો અને ડમ્પિંગ સાઇટનો પણ એટલો જ દોષ છે. દર વર્ષે સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

રસ્તાની સફાઇ માટે રૂપિયા 82 લાખનું ખરીદ કરેલું સ્વીપર મશીન હજુ રસ્તાની સાઇડ પર સરખી ધૂળ સાફ કરી શકતું નથી. તેમજ રૂ. 35 લાખના ખર્ચે ખરીદેલું મશીન એક દિવસ પણ ચાલ્યું નથી, ત્યાં આગામી દિવસોમાં 3.30 કરોડોના ખર્ચે સ્વીપર મશીન સહિત રૂપિયા 10 કરોડનો ખર્ચ કરાશે. ચોક્કસપણે અત્યાધુનિક સુવિધાને મશીનરી પાછળ ખર્ચ કરવો જોઈએ, પરંતુ તેની માટે પ્રથમ આગોતરું આયોજન અને દીર્ઘદ્રષ્ટિ પણ આવશ્યક છે.

સ્થાનિક કક્ષાએ કરોડોના ખોટા ખર્ચ માટે આનાકાની કરે તો, આપણે ક્યાં રૂપિયા આપવાના છે સરકાર ખર્ચ કરે છે લઈ લો એવા પ્રત્યુતર, તેમજ સરકારની ગાઇડ લાઇન આગળ ધરી પ્રજાના પૈસાનો વેડફાટ કરાય છે અને અન્ય શહેરો સાથે તુલના કરાય છે. માત્ર કરોડોના ખર્ચ કરી મશીનો લાવી ક્લીન સીટીના સપના નથી જોવાતા, તેનો નિયમિત ઉપયોગ અને મોનિટરિંગ પણ એટલું જ મહત્વનું છે.

અગાઉ અનેકવાર મનપાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખોટા ખર્ચ માટે વિવાદમાં આવ્યું છે. પ્રજાના પ્રતિનિધિઓ પણ ફરિયાદો કરતા હોય છે, પરંતુ તંત્ર પાસે કંઈ ઉપજતું નથી. અનેક કિસ્સામાં કોર્પોરેશનના કડક પગલાંને પાછા ધકેલવામાં નગર સેવકો પણ ઉણા ઉતરતા નથી, આ અંગે વિપક્ષે શાસકોની અણ આવડતના લીધે પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ભાજપના શાસકો નાખી રહ્યા હોવાનો આક્ષેપ કર્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">