AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : નારી સંરક્ષણ ગૃહની એક અનોખી પહેલ, પાલક પિતા બની આશ્રિત દીકરીના કરાવ્યા લગ્ન

Bhavnagar News : નારી સંરક્ષણ ગૃહ કેન્દ્રોમાં આશ્રિત દીકરીઓને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક આશ્રિત દીકરીના લગ્ન ભાવનગરમાં 12 મે 2023ના રોજ થયા છે.

Bhavnagar : નારી સંરક્ષણ ગૃહની એક અનોખી પહેલ, પાલક પિતા બની આશ્રિત દીકરીના કરાવ્યા લગ્ન
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 11:40 AM
Share

લગ્ન એ જીવનનો સૌથી મોટો અને સૌથી ગંભીર નિર્ણય હોય છે. આ નિર્ણય જો સંપૂર્ણપણે લઈ પણ લીધો તો પણ ગરીબ પરિવારોને લગ્નમાં થતા ખર્ચાની ચિંતા નજર સમક્ષ રહે છે. આપણા સમાજમાં ઘણી આશ્રિત દીકરીઓ પણ છે જેને ક્યાથી સહાય મેળવવી તે એક મોટો પડકારરૂપ પ્રશ્ન હોય છે. જીવનમાં સાચા ખોટા નિર્ણયો માટે દોરનાર કોઈ નથી. પરંતુ ભાવનગરમાં (Bhavnagar) આવી દિકરીઓને વ્હારે તંત્ર આવીને પાલક પિતા બનીને લગ્ન કરાવે છે.

આ પણ વાંચો-Pakistan Terror Attack: બલૂચિસ્તાનમાં FC કેમ્પ પર મોટો હુમલો, પાકિસ્તાની સેનાના બે જવાનના મોત, બે આતંકવાદીઓ માર્યા ગયા

12 વર્ષથી નારી સંરક્ષણ ગૃહમાં રહેતી દીકરીના લગ્ન

નારી સંરક્ષણ ગૃહ કેન્દ્રોમાં આશ્રિત દીકરીઓને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક દીકરીના લગ્ન ભાવનગરમાં 12 મે 2023ના રોજ થયા છે. ભાવનગર જિલ્લાના નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતી 29 વર્ષીય દીકરીના લગ્ન આતીષભાઈ શાંતિલાલ પરમાર જે ભાવનગરમાં ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે તેમના સાથે કરવામાં આવ્યા છે. દિકરી નીનાબેન નાનપણથી અલગ-અલગ સંસ્થાઓમાં ઉછરેલી હતી અને છેલ્લા 12 વર્ષથી પાલીતાણાના નારી સંરક્ષણ કેન્દ્રમાં રહે છે. જો કે તેને સરકારની સહાયથી જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં મદદ મળી છે.

નારી સંરક્ષણ ગૃહમાં દીકરીઓની સહાય વધારાઇ

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલા જણાવ્યુ કે, “નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રોમાં આશ્રિત બહેનોને લગ્ન અંગેની સહાય વર્ષ 2022-23 સુધી 20 હજાર રુપિયા આપવામાં આવી હતી. જે વર્ષ 2023-24 માં વધારીને રૂ. 1 લાખ 50 હજાર કરવામાં આવી છે. રૂ. 50 હજાર દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. 50 હજારના નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. 50 હજાર લગ્ન માટેના ખર્ચ માટે આપવામાં આવ્યા છે. જેનાં થકી અનેક આશ્રિત બહેનોને સહાય પ્રાપ્ત થાય છે.”

વધુમાં તેમણે જણાવ્યુ કે ગુજરાત સરકારના આ હકારાત્મક અભિગમ દ્વારા અનેક દિકરીઓને આર્થિક સહાય મળી રહે છે અને લગ્નને લગતી અનેક ચિંતાઓથી મુક્તિ મળે છે જેને તે બિરદાવે છે.

આ પ્રસંગે મેયર કિર્તીબાળા દાણીધારીયા, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે કે નિરાલા, પ્રાદેશિક નાયબ નિયામક ઇલાબા રાણા, ભાવનગરના અધિક કલેકટર બી.જે.પટેલ, યુવરાજ સિદ્ધાર્થ, પાલીતાણા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કિરણ એચ. મોરિયાણી, ભાવનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

(વિથ ઇનપુટ-અજીત ગઢવી)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">