Gujarati Video : અમદાવાદના નહેરૂબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટ, નવરંગપુરા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી

Gujarati Video : અમદાવાદના નહેરૂબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટ, નવરંગપુરા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 7:45 AM

અમદાવાદના નહેરૂબ્રિજ વિસ્તારમાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. ડી નરેશ આંગડિયા પેઢીના બે કર્મચારી એક્ટિવા પર રૂપિયા ભરેલો થેલો લઈને કાલુપુર તરફ જતા હતા.

અત્યારે અવારનવાર લૂંટ કે ચોરીની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. ( Ahmedabad ) અમદાવાદના નહેરૂબ્રિજ વિસ્તારમાં 50 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. ડી નરેશ આંગડિયા પેઢીના બે કર્મચારી એક્ટિવા પર રૂપિયા ભરેલો થેલો લઈને કાલુપુર તરફ જતા હતા. ત્યારે અન્ય ટુ વ્હીલર પર આવેલા ત્રણ શખ્સો રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા.

આ પણ વાંચો : Ahmedabad: બાપુનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પિતા-પુત્રએ યુવકને ઉતાર્યો મોતને ઘાટ, અંગત અદાવતમાં કરી હત્યા

ભોગ બનનાર કમલેશ પ્રજાપતિ અને છગનલાલે લૂંટારૂઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ લૂંટારાઓ ફૂલ સ્પીડમાં નાસી છૂટ્યા હતા. આ લૂંટની જાણ થતા જ નવરંગપુરા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. અને ક્રાઈમ બ્રાંચ તથા અન્ય એજન્સીઓની મદદથી નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નવરંગપુરા પોલીસે 50 લાખની લૂંટ અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">