BHAVNAGAR : સંવેદના દિવસ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ, રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી

આજે યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા, આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી,

BHAVNAGAR : સંવેદના દિવસ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ, રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી
BHAVNAGAR- Sewasetu Program
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Aug 02, 2021 | 8:38 PM

BHAVNAGAR : સમગ્ર ગુજરાતમાં રૂપાણી સરકારને જ્યારે પાંચ વર્ષ પુરા થઈ રહ્યા છે. ત્યારે તા.1લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘સુશાસનના પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.1 થી 9 ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયું છે.

તે અંતર્ગત આજે ભાવનગર જિલ્લામાં ‘સંવેદનાં દિવસ’ ની ઉજવણી ભાવનગર મહાનગર પાલિકાના કરચલીયા પરાં વોર્ડ ખાતે તેમજ જિલ્લાના તાલુકા સ્થળોએ સેવા સેતુના પ્રજાલક્ષી કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.

ભાવનગરના કરચલીયા પરાં વોર્ડના શ્રી ભૂતા રૂગનાથ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને ભાજપના સ્થાનિક આગેવાનો અને કલેકટર, કમિશનર સહિતની ઉપસ્થતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં 50 થી વધારેની જુદીજુદી યોજનાઓના આ સ્થળે વિભાગ વાઇઝ ફોર્મ ભરી તાત્કાલિક યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી,

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કાર્યક્રમ દરમિયાન 650 થી વધારે લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો, કાર્યક્રમ દરમિયાન આર.સી.ફળદુએ જણાવ્યું કે વિકાસના વહેણથી વંચિત રાજ્યના નાગરિકને વિકાસની ધારામાં સહભાગી બનાવવાનું કાર્ય સેવા સેતુના માધ્યમથી થઇ રહ્યું છે.

સેવા સેતુએ પ્રજાની અગવડતાં દૂર કરવાનો બ્રિજ છે. લોકો માટે સગવડતાનું સર્જન થાય, લોકોની હાલાકી ઓછી થાય, લોકોને તેમના ઘર આંગણે જ તમામ સેવાઓ ઉપલબ્ધ થાય તેવાં અભિગમ સાથે તથા લોકોના પ્રશ્નો સ્થળ પર જ ઉકેલાય તેવી સંવેદનશીલતાથી રાજ્યભરમાં સેવા સેતુનું આયોજન આજે કરવામાં આવ્યું છે.

ઘણાં લોકો ભૂતકાળમાં શાસનમાં હતાં તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, તેમણે સત્તાને શાસન કરવાનું માધ્યમ બનાવીને પ્રજાની સેવા ન કરી પરંતુ વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારે તેમના કાર્યકાળના પાંચ વર્ષ પૂરાં થવાની કોઇ ઉજવણી કરવાને બદલે તેઓએ આ પાંચ વર્ષમાં કરેલાં કાર્યોનું સરવૈયું લઇને પ્રજાની વચ્ચે લઇને આવ્યાં છે. આ સરકારની પારદર્શકતા છે, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા છે.

આજે યોજાયેલાં સેવા સેતુ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા, આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષિ, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યક્તિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજના, કોવિડ-૧૯ મહામારીનાં સમયગાળા દરમ્યાન અનાથ બનેલ બાળકોને સહાય માટેની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">