AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: ઉત્તરાખંડમાં હિમપ્રપાતમાં ફસાયેલા ભાવનગર, રાજકોટ, સુરત સહિતના 4 ગુજરાતી તાલીમાર્થી પૈકી 3 સુરક્ષિત, 1 ની શોધખોળ યથાવત્

ચારેય તાલીમાર્થીઓ ગુજરાત રાજ્યની પર્વતારોહણ સંસ્થાના માનદ ઇન્સ્ટ્રક્ટર છે. જેમાંથી પીએસઆઇ ચેતના રાખોલિયા બેઝકેમ્પ પર સુરક્ષિત પરત પહોંચ્યા હતા. પરંતુ ભાવનગરના અર્જુનસિંહ ગોહિલની તપાસ હજી પણ યથાવત છે. આ અહેવાલથી અર્જુનસિંહનો પરિવાર ચિંતામાં મૂકાયો છે.

Bhavnagar: ઉત્તરાખંડમાં હિમપ્રપાતમાં ફસાયેલા ભાવનગર, રાજકોટ, સુરત સહિતના 4 ગુજરાતી તાલીમાર્થી પૈકી 3 સુરક્ષિત, 1 ની શોધખોળ યથાવત્
ઉત્તરાખંડમાં હિમપ્રપાતમાં ફસાયેલા 6 ગુજરાતીમાંથી 5 સુરક્ષિત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 12:31 PM
Share

ઉત્તરાખંડના  (Uttarakhand) દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર હિમપ્રપાતમાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં આબુમાં  (Abu) આવેલી નેહરુ પર્વતારોહણ સંસ્થાના 50થી વધુ તાલીમાર્થી ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ તાલીમાર્થીઓ પૈકી 6 ગુજરાતી તાલીમાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુની નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ સંસ્થા  (Mountaineering Institute) ગુજરાત સરકાર હસ્તકની સંસ્થા છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ ટ્રેકિંગના એડવાન્સ કોર્સ અંતર્ગત ઉત્તરકાશીમાં તાલીમ લેવા માટે પહોંચ્યા હતા.

તાલીમાર્થીઓને બચાવવા માટે NDRF,SDRF,ITBP,સેનાના જવાન સહિત સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યું છે. ગુજરાતી 4 તાલીમાર્થીઓમાંથી રાજકોટના ભરતસિંહ પરમાર, ભાવનગરના કલ્પૈશ બારૈયા તેમજ અર્જુનસિંહ ગોહિલ અને સુરતના પીએસઆઇ ચેતના રાખોલિયાનો સમાવેશ થાય છે. આ ચારેય તાલીમાર્થીઓ ગુજરાત રાજ્યની પર્વતારોહણ સંસ્થાના માનદ ઇન્સ્ટ્રક્ટર છે. જેમાંથી પીએસઆઇ ચેતના રાખોલિયા બેઝકેમ્પ પર સુરક્ષિત પરત પહોંચ્યા હતા. પરંતુ ભાવનગરના અર્જુનસિંહ ગોહિલની તપાસ હજી પણ યથાવત છે. આ અહેવાલથી અર્જુનસિંહનો પરિવાર ચિંતામાં મૂકાયો છે.

23 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ દ્રૌપદી કા દંડા ગયું હતું

એડવાન્સ કોર્સ માટે 23 સપ્ટેમ્બરે દ્રૌપદી કા દંડા ગયેલી ટીમમાં 34 ટ્રેઇની પર્વતારોહક, સાત ટ્રેઈનર અને એક નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. જેમાંથી આઠ સુરક્ષિત છે. ચાર ઇજાગ્રસ્તોને  સારવાર આપવામાં આવી રહી છે. ચારના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ગુમ થયેલા 26 પર્વતારોહકોની શોધ ચાલુ છે. અંધકાર અને ખરાબ હવામાનને કારણે મંગળવારે અટકાવી દેવાયેલી બચાવ કામગીરી બુધવારે ફરી શરૂ કરવામાં આવી હતી. મંગળવારે હિમસ્ખલન થયું જ્યારે 41 પર્વતારોહકોનું એક જૂથ શિખર પરથી પરત ફરી રહ્યું હતું.

આ ટીમમાં ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) ના 28 તાલીમાર્થી પર્વતારોહકો પણ સામેલ છે ઉત્તરાખંડ પોલીસે જાહેર કરેલી યાદી મુજબ આ તાલીમાર્થીઓ પશ્ચિમ બંગાળ, દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, આસામ, હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના છે. એક અધિકારીએ અહીં જણાવ્યું હતું કે નૌટી હેલિપેડ પર લાવવામાં આવેલા છ આરોહકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

ચાર ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના કર્મચારીઓને ચિતા અને ALH હેલિકોપ્ટર દ્વારા ગુમ થયેલા આરોહકોની શોધમાં ડોકરાણી ગ્લેશિયર પર મોકલવામાં આવ્યા હતા અને બુધવારે શોધ અને બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. NIMના પ્રિન્સિપાલ કર્નલ અમિત બિષ્ટના જણાવ્યા અનુસાર, મંગળવારે 10 મૃતદેહો જોવા મળ્યા હતા, જેમાંથી ચારને બહાર કાઢવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">