Bhavnagar : માનવીય સંવેદનાનું ઉદાહરણ, જિલ્લા વિકાસ અધિકારીએ અકસ્માત ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી

ભાવનગર(Bhavnagar) જિલ્લા વિકાસ અધિકારીએ પોતાની નૈતિક ફરજ સમજીને ઇજાગ્રસ્ત અને ફસાયેલા લોકોને બહાર કાઢી સ્થળ પર જ 108 ના કર્મચારીઓને જરૂરી તબીબી સૂચનાઓ આપીને તાત્કાલિક તેમને સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Bhavnagar : માનવીય સંવેદનાનું ઉદાહરણ, જિલ્લા વિકાસ અધિકારીએ અકસ્માત ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી
Bhavnagar DDO Give First Aid To Accident Victim
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jun 25, 2022 | 11:33 PM

ગુજરાતના ભાવનગર(Bhavnagar) જિલ્લા વિકાસ અધિકારીએ(DDO) આજે તળાજા ખાતેની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયાં બાદ ભાવનગર પરત ફરી રહ્યાં હતાં.આ સમયે તેમણે ઘોઘા રોડ પરના પીપળીયા પુલ નજીક એક છકડો રીક્ષા પલટી ખાઇ(Accident) ગયેલી જોઈને તાત્કાલિકપોતાના વાહન ચાલકને પોતાનું વાહન રોકવા આદેશ આપીને તરત જ તેઓ નીચે ઉતરીને આ રીક્ષા નીચે કચડાયેલા લોકોની મદદ માટે દોડી ગયાં હતાં. જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા પોતે એમ.બી.બી.એસ. ડોક્ટર છે અને કટોકટીની અને વિપતની આ ઘડીમાં તેમની નૈતિક ફરજ સમજીને ડોક્ટર તરીકેની સેવા બજાવતાં તાત્કાલિક અકસ્માતોને પ્રાથમિક સારવાર આપી હતી.તેમણે સ્થળ પરથી જ જાતે જ 108 ને ફોન કરીને તુરંત એમ્બ્યુલન્સ મોકલવા માટે જાણ કરી હતી. તદુપરાંત ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સાથે વાતચીત કરીને જરૂરી વ્યવસ્થાઓ કરાવી હતી.

તબીબી જ્ઞાનનો ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે ઉપયોગ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, ઘોઘા રોડ પરના પીપળીયા પુલ પાસે એક છકડા રિક્ષા ચાલકે છકડા પરનો કાબુ ગુમાવતા છકડો રિક્ષા પલટી મારી ગઇ હતી અને તેમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવીને પોતે મેળવેલા તબીબી જ્ઞાનનો ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે ઉપયોગ કર્યો હતો.આ ઘટનાને ફરી વાર એક વખત સાબિત કરી દીધું છે કે, અધિકારીઓ પણ સંવેદનશીલ નહીં પરંતુ અતિ સંવેદનશીલ છે કે જેઓ રસ્તા પરની ઘટનાને પણ પોતાના ઘરની ઘટના બની હોય તેમ સમજીને તુરંત મદદે પહોંચી જાય છે.

જિલ્લા વિકાસ અધિકારીએ પોતાની નૈતિક ફરજ સમજીને ઇજાગ્રસ્ત અને ફસાયેલા લોકોને બહાર કાઢી સ્થળ પર જ 108 ના કર્મચારીઓને જરૂરી તબીબી સૂચનાઓ આપીને તાત્કાલિક તેમને સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે તેમણે પોલીસ તંત્રને પણ આ અકસ્માત અંગેની સૂચના આપીને જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઇજાગ્રસ્તો માટે તેમના જીવનને પ્લસ કરવા માટે નિમિત્ત બન્યાં

સમાજમાં ઘણી વાર આપણે જોતાં હોઈએ છીએ કે, વાહન પર સરવાળા એટલે કે પ્લસનું નિશાન તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એટલા માટે ઉપયોગ કરે છે કે જેથી મુશ્કેલીના સમયમાં ‘હાજર તે હથિયાર’ ના ન્યાયે લોકોનું અમૂલ્ય જીવન બચાવવામાં ઉપયોગી થઇ શકે. જિલ્લા વિકાસ અધિકારી વગર પ્લસના નિશાને ઇજાગ્રસ્તો માટે તેમના જીવનને પ્લસ કરવા માટે નિમિત્ત બન્યાં છે.

જિલ્લા વિકાસ અધિકારીએ તેમના કોલનો પ્રતિસાદ આપીને ત્વરિત સ્થળ પર પહોંચેલી ત્રણ 108 ની એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓની ત્વરિતતતા અને હકારાત્મક અભિગમને પણ બિરદાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને નવજીવન આપવા માટેની તેમની અમૂલ્ય સેવાની પ્રશંસા કરી પોતે જ બધું કર્યું હોવા છતાં અલિપ્ત ભાવ કેળવી પરોપકારની ભાવનાને ખરા અર્થમાં સાકાર કરી હતી. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તોના નામ:-

૧. બટુકભાઈ ભોપાભાઈ બારૈયા, ઉંમર: ૪૪ વર્ષ, ગામ: માલણકા ૨. જગદીશભાઈ તુલશીભાઈ બારૈયા, ઉંમર: ૪૭ વર્ષ, ગામ: માલણકા ૩.લાઘરભાઈ તેજભાઈ મકવાણા, ઉંમર: ૪૫ વર્ષ.ગામ: માલણકા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">