ગુજરાતના વર્ષ 2002 રમખાણ કેસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું : સી.આર. પાટીલ
સુરત(Surat) ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કાવતરું રચી તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા હતા. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે
ગુજરાતમાં (Gujarat) વર્ષ 2002મા થયેલ રમખાણ કેસમાં અરજદાર ઝાકિયા ઝાફરીની SITની તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સામે કરવામાં આવેલ તપાસ મુદ્દે સામે કરવામાં આવેલ અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.જે મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવામાં આવી હતી. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન સામે કરવામાં આવેલા ખોટા કેસ અંગે સુપ્રિમના ચુકાદા બાદ કેસમાં ખોટી ફરિયાદ અને ફેક સહી કરનારાઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાતા ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે (CR Paatil)સુરત ખાતેથી મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી.
સુરત ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કાવતરું રચી તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા હતા. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે જેની જાણ સમગ્ર દેશના લોકોને થઈ ચૂકી છે. આખા કાવતરામાં જે લોકોએ ભાગ લીધો હતો,તેમાં મુંબઈની તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી શ્રીકુમાર, અને આઇપીએસ સંજીવ ભટ્ટની સમગ્ર કાવતરામાં ભૂમિકા હતી. જેની સામે પણ આ કાવતરામાં ભાગ લેવા બદલ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવો ઉલ્લેખ કોર્ટના ચુકાદા માં હતો. જેના અનુસંધાનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં કાવતરા અંગેનો ગુનો દાખલ કરી તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીજીપી શ્રીકુમારની ધરપકડ કરી છે.
જ્યારે આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ હાલ પણ જેલમાં છે. આખા કાવતરાના આ મુખ્ય સૂત્રધારો હતા અને સમગ્ર કાવતરા ની અંદર મહત્વની ભૂમિકા ભજવી હતી. નિર્દોષ વ્યક્તિને ગંભીર ગુના ની અંદર સંડોવી જે કૃત્ય કર્યું હતું આ કાવતરું રચાયું હતું તે દરમિયાન શ્રીકુમારઅને સંજીવ ભટ્ટ પણ સરકારી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જેથી બંને અધિકારીઓ નો ગુનો ગંભીર પ્રકારનો ગણી શકાય છે. મુંબઈની સિસ્તા સેતલવાડ દ્વારા પણ એનજીઓની મદદથી રૂપિયા મેળવી ગેરીરીતિ આચરવામાં આવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાવતરામાં ફસાવવામાં અહમ રોલ ભજવ્યો હતો.
જે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે સ્પષ્ટ થયું છે.જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.અધ્યક્ષે જણાવ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ કેસમાં હવે માત્ર બદનામ કરવા માટે નહીં પરંતુ મોટા ગુનાહિત કાવતરાની માં મોટી સજા થાય તેવા પૂરેપૂરા પ્રયત્ન થયા હતા.
બીજી તરફ હાલ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને લઈ મહારાષ્ટ્રમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે.સૂત્રોના જણાવ્યાનુસાર આ વચ્ચે અમિત શાહની શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સહિત દેવેન્દ્ર ફડનવિશ સાથે વડોદરા ખાતે ગુપ્ત બેઠક થઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.જે મુદ્દે ભાજપ અધ્યક્ષને સવાલ કરતા તેમણે કહ્યું હતું કે, મારી જાણમાં આવી કોઈ વાત નથી.