Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : ડમી કૌભાંડના તોડકાંડ મુદ્દે યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, રિકવર કરાયેલા 25.50 લાખ રૂપિયા અંગે પૂછપરછ કરાશે 

Bhavnagar News : શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ રૂપિયા રિકવર થયા છે. જે મુદ્દે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરશે. પોલીસે અત્યાર સુધીમાં 73.5 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે.

Bhavnagar : ડમી કૌભાંડના તોડકાંડ મુદ્દે યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર, રિકવર કરાયેલા 25.50 લાખ રૂપિયા અંગે પૂછપરછ કરાશે 
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 6:06 PM

તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે યુવરાજસિંહના સાળા શિવુભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ રૂપિયા રિકવર થયા છે. જે મુદ્દે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરશે. પોલીસે અત્યાર સુધીમાં 73.5 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે.

આ પણ વાંચો- સુરતના કીમમાં ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, જાહેરમાં કરાવી ઉઠક બેઠક, જુઓ Video

ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

બે દિવસ પહેલા યુવરાજસિંહના સાળાની થઇ હતી ધરપકડ

બે દિવસ પહેલા ભાવનગરના ડમી કૌભાંડના તોડકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરાઇ હતી. તોડકાંડમાં આ બંન્નેના યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા યુવરાજસિંહ તેમના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. હવે ઘનશ્યામ લાઘવા અને બિપિન ત્રિવેદીની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ 4 આરોપીની ધરપકડ થઇ છે.

આ છ લોકો સામે નોંધાયો છે ગુનો

ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ સહિત કુલ 6 લોકો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ ઉપરાંત શિવુભા, યુવરાજસિંહના સાળા કાનભા, ઘનશ્યામ લાંઘવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.

ઈનપુટ ક્રેડિટ- અજિત ગઢવી- ભાવનગર

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">