Gujarati video : ડમી કૌભાંડ મામલે થયેલા તોડકાંડ કેસમાં યુવરાજસિંહના સાળા શિવુભાને કોર્ટમાં રજૂ કરાશે, પોલીસ રિમાન્ડ માગશે
ભાવનગરના (Bhavnagar) ડમી કૌભાંડના તોડકાંડમાં યુવરાજસિંહની મુશ્કેલી સતત વધી રહી છે. ભાવનગર ડમી કૌભાંડ મામલે થયેલા તોડકાંડ કેસમાં યુવરાજસિંહના સાળા શિવુભાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પહેલા કાનભા બાદ હવે શિવુભા પાસેથી પણ લાખોની રોકડ જપ્ત કરાઈ છે.
ભાવનગરના ડમી કૌભાંડના તોડકાંડમાં યુવરાજસિંહની મુશ્કેલી સતત વધી રહી છે. ભાવનગર ડમી કૌભાંડ મામલે થયેલા તોડકાંડ કેસમાં યુવરાજસિંહના સાળા શિવુભાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પહેલા કાનભા બાદ હવે શિવુભા પાસેથી પણ લાખોની રોકડ જપ્ત કરાઈ છે. યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી 25.50 લાખ રૂપિયા રિકવર કરાયા છે.. શિવુભાએ પણ આ રકમ પોતાના મિત્રના ત્યાં છૂપાવી હતી. સંજય જેઠવા નામના મિત્રના ત્યાંથી સાડા 25 લાખ રૂપિયા રિકવર કરાયા છે.
મહત્વનું છે કે, અગાઉ કાનભાની ધરપકડ બાદ તેમના મિત્રના ઘરથી રૂપિયા રિકવર કરાયા હતા. કાનભાના મિત્રના ઘરથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 73.5 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે.
ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો
ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.
ઈનપુટ ક્રેડિટ- અજિત ગઢવી- ભાવનગર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…