AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું છે મહિલાઓનું WALSS સુરક્ષા કવચ? ભરૂચ પોલીસે 700 મહિલાઓને શીખવ્યા આત્મરક્ષા અને Awareness ના પાઠ

મેડીકલ ઓફીસર પ્રવિણકુમાર સીંગ સી.એચ.સી.વાગરાનાઓએ મહીલાઓમા થતા રોગો તેમજ બાહય અને આંતરીક સ્વચ્છતા,બાળ ઉછેર તેમજ કુપોષણ બાળકો સહીત મહીલાઓમા જોવા મળતા વ્યસનો અને ભૃણ હત્યા ઉપરાંત ગર્ભ નિરીક્ષણ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

શું છે મહિલાઓનું WALSS સુરક્ષા કવચ? ભરૂચ પોલીસે 700 મહિલાઓને શીખવ્યા આત્મરક્ષા અને Awareness ના પાઠ
The women's awareness program was held at Suva
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 8:50 AM
Share

ભરૂચ(Bharuch) જિલ્લામાં દહેજ પોલીસ સ્ટેશન આયોજીત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. દહેજ પોલીસ સ્ટેશન આયોજીત મહિલા જાગૃતિ કાર્યક્રમ સુવા ખાતે વેરાઇ માતાજીના મંદિરના પટાગણમાં રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમા વાગરા તાલુકા પંચાયત પ્રમુખ કોમલબેન મકવાણા તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ ઇશ્વરભાઇ ગોહીલ સાથે સુવા વેરાઇ માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારસંગભાઇ ગોહીલ,વાગરા તાલુકા હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસર પ્રવિણકુમાર સીંગ,પી.એચ.સી.દહેજના ડૉકટર સીમાબેન પટેલ તેમજ મહિલા પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ (Dr. Leena Patil – SP Bharuch) ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમના પ્રારંભે દહેજ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ગોહીલે હાજરઆગેવાનો તથા મહીલાઓનુ સ્વાગત કરી દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. મહીલા પો.કો. વૈશાલીબેને મહીલા જાગૃત્તિ અંગેના “WALSS” એટલેકે W-WOMAN (મહીલા) (૨) A-AWARENESS (જાગૃત્તિ) (૩) L-LIGEL RIGHTS (કાનુની અધિકાર) (૪) S-SELF DEFENCE (આત્મરક્ષણ) (૫) S-SELF EMPLOYMENT (આત્મનિર્ભર) શું છે તેની સમજ આપી હતી. તમણે મહીલાઓમાં જોવા મળતા બદલાવ સામે શીખામણો તેમજ સંસ્કાર અને આદરણીય આચાર ,આધુનિકતા (પશ્ચિમી સંસ્કૃત્તિ નુ અનુકરણ),અંધશ્રધ્ધા, સમોવડી બનવા માટે અનુસરાતા ગેરમાર્ગો,વ્યવહાર અને વર્તનમા પ્રભાવ પાડવાની બિમારી,વ્યસન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

મહીલા પો.સ.ઇ. વી.એ.આહીર અંકલેશ્વર જી.આઇ.ડી.સી.નાઓએ મહીલાઓના કાનુની અધિકારો અંગે મહીલાઓને જાગૃત્તિ કેળવવા પોતાનુ વ્યકતવ્ય રજુ કર્યું હતું. મહીલા પો.સ.ઇ. એફ.એચ.પટેલ ભરૂચ શહેર “બી” ડીવી.પો.સ્ટે. નાઓએ પોલીસ સ્ટેશનમા કાર્યરત “સી” ટીમની રચના કરવામાં આવેલ હોય જે તથા હેલ્પલાઇન નં-૧૮૧ અભયમ તથા વુમન હેલ્પ ડેસ્ક અંગેની વિસ્તૃત મહિતી આપી આ “સી” ટીમનો પણ ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

મેડીકલ ઓફીસર પ્રવિણકુમાર સીંગ સી.એચ.સી.વાગરાનાઓએ મહીલાઓમા થતા રોગો તેમજ બાહય અને આંતરીક સ્વચ્છતા,બાળ ઉછેર તેમજ કુપોષણ બાળકો સહીત મહીલાઓમા જોવા મળતા વ્યસનો અને ભૃણ હત્યા ઉપરાંત ગર્ભ નિરીક્ષણ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં મહીલાઓને સ્વૈચ્છીક મેડીકલ ચેકઅપ કરાવવા પણ સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમની આભારવિધી PI આર.જે.ગોહીલ દ્વારા કરવામાં આવી હતી . કાર્યક્રમમાં હાજર મહેમાનોને સાલ ઓઢાડી સ્વાગત કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્યમાંથી આશરે 700 થી વધુ મહીલાઓ તેમજ પી.જે.છેડા હાઇસ્કુલ તેમજ સુવા સ્કુલના વિધાર્થીનીઓ હાજર રહી હતી. કાર્યક્રમના અંતે મહીલાઓને સેનેટરી નેપકીન તથા ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">