Russia Ukraine War : ભરૂચના જંબુસરની રિયા પટેલ સહિત અનેક વિદ્યાર્થીઓ રોમાનિયાથી ભારત આવવા રવાના
યુક્રેનથી વતન વાપસી કરનાર વિદ્યાર્થીઓમાં ભરૂચની રિયા પટેલ પણ રવાના થઈ છે. તેમજ તેમણે રોમાનીયા એરપોર્ટ ખાતે વિદ્યાર્થીઓનો વિડીયો ઉતાર્યો હતો. રિયા પટેલ જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પટેલની પુત્રી છે. તેમની સાથે બીજા અનેક વિદ્યાર્થીઓ પણ વતન આવવા રવાના થયા છે.
Russia Ukraine War : યુક્રેન મા રશિયા ના હુમલા બાદ અભ્યાસ અર્થે ગયેલા અનેક સ્ટુડન્ટ(Student) ફસાયા છે. તેવા સમયે ભારત સરકારે આ સ્ટુડન્ટને સલામત રીતે લાવવા કમર કસી છે. જેના ભાગરૂપે ગુજરાતના(Gujarat) 56 સ્ટુડન્ટ ભારત પરત ફર્યા છે. તેવા સમયે રોમાનિયાથી(Romania) ભારત આવવા માટે અનેક સ્ટુડન્ટ હજુ પણ એરપોર્ટ પર રાહ જોઇ રહ્યા છે. તેવા સમયે યુક્રેનથી વતન વાપસી કરનાર વિદ્યાર્થીઓમાં ભરૂચની રિયા પટેલ પણ રવાના થઈ છે. તેમજ તેમણે રોમાનીયા એરપોર્ટ ખાતે વિદ્યાર્થીઓનો વિડીયો ઉતાર્યો હતો. રિયા પટેલ જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પટેલની પુત્રી છે. તેમની સાથે બીજા અનેક વિદ્યાર્થીઓ પણ વતન આવવા રવાના થયા છે.
વિધાર્થીઓને રોમાનિયા બસ મારફતે રવાના કરવાની તજવીજ
યુક્રેનમા રશિયાના હુમલા બાદ સર્જાયેલ યુધ્ધની સ્થિતી વચ્ચે જંબુસરથી અભ્યાસ અર્થે યુક્રેન ગયેલ 2 વિદ્યાર્થીઓ તથા એક વિદ્યાર્થીની મળી 3 લોકો ફસાયા હોવાના તથા તેઓ ધ્વારા તેમની યુનિવર્સિટીએ ઈન્ડીયા મોકલવાની કાર્યવાહીના ભાગ રૂપે વિધાર્થીઓને રોમાનિયા બસ મારફતે રવાના કરવાની તજવીજ હાથ ધરી હતી.
બુકો વિનિયન સ્ટેટ મેડીકલ યુનિ મા અભ્યાસ અર્થે ગયેલ હતી
યુક્રેન મા જંબુસર થી અભ્યાસ અર્થે યુવક યુવતી ઓ જાય છે. તે પ્રમાણે જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલની પુત્રી રીયા યુક્રેનના ચર્નિવસી મા આવેલ બુકો વિનિયન સ્ટેટ મેડીકલ યુનિ મા અભ્યાસ અર્થે ગયેલ હતી.તેમજ આ મેડિકલ કોલેજ મા જંબુસર ના વેપારી શૈલેષભાઈ પટેલ (કાવીવાલા) નો પુત્ર યશ તથા જંબુસર ફઝલ પાર્ક સોસાયટી મા રહેતા શિક્ષક ઈદ્રીશભાઈ આંડાનો પુત્ર હુઝેફા પણ અભ્યાસ અર્થે ગયેલ છે. રીયા પટેલ બીજા વર્ષ મા યશ પટેલ પાંચમા વર્ષ મા તથા હુઝેફા આંડા ચોથા વર્ષ મા એમ.બી.બી એસ નો અભ્યાસ કરે છે.
કીવ થી 600 કિલોમીટર દુર છે
તાજેતર મા યુક્રેન મા રશિયા ના હુમલા પછી સર્જાયેલ યુધ્ધ ની સ્થિતી વચ્ચે જંબુસર થી અભ્યાસ કરવા યુક્રેન ગયેલ ૩ વિદ્યાર્થી ઓ માટે તેમના પરિવારજનો ચિંતિત થયા હતા. ૩ વિદ્યાર્થીઓ પૈકી યશ પટેલ તો ઈન્ડીયા પરત આવવા એરપોર્ટ સુધી પહોંચી ગયો હતો.પરંતુ એરપોર્ટ ઉપર રશિયા ના હુમલા ના કારણે એરપોર્ટ બંધ કરતા ફલાઈટ કેન્સલ થતા પોતાની હોસ્ટેલ ખાતે પરત આવી ગયો હતો. યુક્રેન ના ચર્નિવસી મા મેડીકલ કોલેજ ની હોસ્ટેલ મા રહેતા યશ પટેલ તથા રીયા પટેલ સાથે અમારા જંબુસર સ્થિત પ્રતિનિધી એ ટેલિફોનિક વાત કરતા તેઓએ ત્યા નો ચિતાર આપતા જણાવ્યુ હતુ કે અમો કીવ થી 600 કીમી દુર છે. હાલ મા અમારા વિસ્તાર મા કોઈ ટેન્શન જેવુ નથી. અમે બધા અમારી હોસ્ટેલ મા સલામત છીએ. અને અમારી નજીક યુરોપિયન બોર્ડર આવેલ હોય આ વિસ્તાર મા યુધ્ધ નો માહોલ જણાતો નથી.
યુનિવર્સિટી ધ્વારા વિધાર્થીઓની યાદી તૈયાર કરવામા આવી
પરંતુ સાવચેત રહેવાની અને હોસ્ટેલ છોડી ને બહાર નહી જવાની સુચના કોલેજ તરફથી આપવામા આવી છે. યશ પટેલ તથા રીયા પટેલે વધુ મા જણાવ્યુ હતુ કે યુક્રેન મા સર્જાયેલ યુધ્ધની સ્થિતિ વચ્ચે અમારી બુકો વિનિયન સ્ટેટ મેડીકલ યુનિ ધ્વારા અભ્યાસ કરતા ભારતના અંદાજે 1200 થી વધુ વિધાર્થીઓને ઈન્ડીયા પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે. જેમાં 480 વિધાર્થીઓને બસ મારફતે રોમાનિયા મોકલવામા આવ્યા છે.અને ત્યાંથી બાય એર ઈન્ડિયા રવાના કરવામા આવનાર છે અને યુનિવર્સિટી ધ્વારા વિધાર્થીઓની યાદી તૈયાર કરવામા આવી છે . જેમને ક્રમશઃ બસ મારફત રોમાનિયા મોકલવામા આવનાર છે.
આ પણ વાંચો : Rajkot : ધોરાજીના રામપરામાં ધારાસભ્ય લલિત વસોયા ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા
આ પણ વાંચો : Dwarka :કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખની સાફ વાત, કામ કરવાવાળાને જ સંગઠનમા સારી જગ્યાએ સ્થાન મળશે