AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોતની છલાંગ પર ભરૂચ પોલીસના આ કર્મીની છલાંગ ભારે પડી, ધસમસતા પૂરના પાણી વચ્ચે એક હાથ પર જીવ સટોસટીના ખેલની વાંચો TRUE STORY

આશરે ત્રણ મહીનાથી ચાલી રહેલા ઘર કંકાસના કારણે તે પિયેર આમોદ ખાતે ચાલી ગઈ હતી. કપરી પરિસ્થિતિના કારણે પરિવાર અને પતિ બંનેને પોતાના બોજથીમુક્ત કરવાની હતાશા સાથે તે આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી

મોતની છલાંગ પર ભરૂચ પોલીસના આ કર્મીની છલાંગ ભારે પડી, ધસમસતા પૂરના પાણી વચ્ચે એક હાથ પર જીવ સટોસટીના ખેલની વાંચો TRUE STORY
Policeman Shailesh Nai risked his life to save the life of a girl who was hanging on the pool
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 10:01 AM
Share

ભરૂચ(Bharuch)માં જાંબાઝ પોલસીકર્મીએ પોતાના જીવન જોખમે નર્મદા મૈયા બ્રિજ(Narmada Maiya Bridge) ઉપર લટકી પડેલી યુવતીને બચાવી લીધી છે. યુવતી આત્મહત્યા કરવાના ઇરાદે નર્મદા બ્રિજ ઉપર આવી હતી જે રેલિંગ ઉપર ચઢી ભયજનક સપાટીથી ઉપર વહેતી નર્મદના ધસમસતા પ્રવાહમાં સમાવા જઈ રહી હતી ત્યાં અચાનક સી ડિવિઝન પોલીસ આવી પહોંચી હતી. ASI શૈલેષ ગોરધનભાઈ નાઈ(ASI Shailesh GordhanNai)ની નજર આ યુવતી ઉપર પડતા તેમણે બ્રિજની પેરાપેટ વોલ કૂદી ફૂટપાથ ઉપર પહોંચી ગયા હતા. આ દરમ્યાન યુવતીએ છલાંગ લગાવી દીધી હતી જે નદીમાં પડે તે પડેલાજ પોલીસકર્મી તેનો હાથ પકડી લેતા બ્રિજ ઉપરથી યુવતી લટકી પડી હતી. પૂલ ઉપરથી નદીનો ધસમસતો પ્રવાહ જોવાથી ચક્કર આવી જાય છે તેમાં સંજોગોમાં એક પાઇપના સહારે લટકતી યુવતીને 55 વર્ષીય ASI શૈલેષ નાઈએ પકડી રાખી હતી. એક સમયે ASI પણ નદીમાં પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે નજીકમાં ઉભેલી પોલીસ વાનમાંથી દોડી આવેલા અન્ય ત્રણ પોલીસકર્મીઓએ આ બન્નેને બચાવી લીધા હતા.

નર્મદા બ્રિજ અને કાંઠા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારાયુ છે

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહયું છે. ડાઉન સ્ટ્રિમમાં નર્મદા નદીમાં પાણીની વધુ આવક હોવાના કારણે નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. લોકો પણ મોટી સંખ્યામાં પૂરના ધસમસતા પાણી જોવા બ્રિજ અને નર્મદા કાંઠે ધસી રહ્યા છે. કોઇ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ (Dr. Leena Patil – SP Bharuch) દ્વારા ભરૂચ સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર એસ એમ દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને નર્મદા મૈયા બ્રીજ ઉપર સતત પેટ્રોલીંગની સૂચના આપી હતી. પોલીસ નર્મદા મૈયા બ્રિજમાં ઉભેલા લોકોને બ્રિજની બહાર મોકલી રહી હતી ત્યારે બ્રીજ ઉપર એક યુવતી એકલી ઉભેલી નજરે પડી હતી જેને પૂલની બહાર નીકળવા સૂચના આપવામાં આવતા તે નદી તરફથી રેલિંગ પાસે પહોંચી ગઈ હતી.

Shailesh Nai – ASI C divison

અચાનક યુવતીએ છલાંગ લગાવતા પોલીસકર્મીએ હાથ પકડી લેતા બંને લટકી પડ્યા

પોલીસ તેની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કરે તે પહેલાજ યુવતીએ રેલિંગ ઉપર ચઢી નદીમાં છલાંગ લગાવવા પ્રયત્ન કર્યો હતો. આ સમયે ASI શૈલેષભાઇએ સતર્કતા દાખવી દોડી યુવતીનો હાથ પકડી લીધો હતો. આ દરમ્યાન યુવતી નદી તરફ હોવાના કારણે લટકી પડી હતી. હવે એક નહિ પણ બે લોકોના નર્મદા નદીમાં પડી જવાનો ભય દેખાતો હતો. આમછતાં જાંબાઝ પોલસીકર્મીએ પોતાના જીવની પરવાહ કાર્ય વગર એક હાથથી રેલિંગનો પાઇપ જકડી રાખી બીજા હાથે યુવતીને  પકડી રાખી હતી. નજીકમાં ઉભેલી પોલીસવાનમાંથી અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને બંને ASI સહીત બંને વ્યક્તિઓને સલામત બચાવી લેવાયા હતા.

યુવતી ઘરકંકાસથી ડિપ્રેશનમાં હતી જેનું કાઉન્સિલિંગ કરાયું

યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તે આમોદની વતની હોવાનું અને લગ્ન નેત્રંગ તાલુકામાં એક વર્ષ અગાઉ થયા હોવાનું જણાવ્યું હતું. આશરે ત્રણ મહીનાથી ચાલી રહેલા ઘર કંકાસના કારણે તે પિયેર આમોદ ખાતે ચાલી ગઈ હતી. કપરી પરિસ્થિતિના કારણે પરિવાર અને પતિ બંનેને પોતાના બીજમુક્ત કરવાની હતાશા સાથે તે આત્મહત્યા કરવા પહોંચી ગઈ હતી જેને પોલીસે બચાવી લીધી હતી. યુવતીને બચાવ્યા બાદ કામગીરી પૂર કરવાનો સંતોષ ન માની ડિપ્રેશનનો સામનો કરી રહેલી યુવતીનુ પોલીસ ઈન્સ્પેકટર એસ.એમ.દેસાઈ સાહેબ દ્વારા કાઉન્સિલીંગ કરાયું હતું. યુવતીને માતા – પિતાનો સપર્ક કરી સોંપવામા આવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">