AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ઝઘડિયા બેઠક ઉપર બાહુબલીઓ વચ્ચે  ચૂંટણી જંગ જામશે, જાણો ઉમેદવારોનો ગુનાહિત ભૂતકાળ

વર્ષ 1962 થી ગુજરાત વિધાનસભાની પેહલી ચૂંટણીથી અત્યાર સુધી ભાજપ આ બેઠક ક્યારેય જીતી શકી નથી. બેઠક ઉપર સતત 7 ટર્મ સુધી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં વસાવા પરિવારમાં પિતા-પુત્ર વચ્ચે સીધો પારિવારિક ચૂંટણી જંગ નજરે પડી રહ્યો છે.

Gujarat Election 2022 : ઝઘડિયા બેઠક ઉપર બાહુબલીઓ વચ્ચે  ચૂંટણી જંગ જામશે, જાણો ઉમેદવારોનો ગુનાહિત ભૂતકાળ
There will be an election war between the Bahubalis on the contested seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 6:51 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાનીઆદિવાસી અનામત ઝઘડિયા બેઠક ઉપર બાહુબલીઓ વચ્ચે  ચૂંટણી જંગ જામશે. આ બેઠક ઉપર ગુજરાત જ નહીં કેન્દ્રનું રાજકારણ પણ નજર જમાવીને બેઠું છે. વર્ષ 1962 થી ગુજરાત વિધાનસભાની પેહલી ચૂંટણીથી અત્યાર સુધી ભાજપ આ બેઠક ક્યારેય જીતી શકી નથી. બેઠક ઉપર સતત 7 ટર્મ સુધી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં વસાવા પરિવારમાં પિતા-પુત્ર વચ્ચે સીધો પારિવારિક ચૂંટણી જંગ નજરે પડી રહ્યો છે. આ બેઠક ઉપર સૌથી વધુ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.મહત્તમ કેસ છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા સામે નોંધાયા છે. આ બાહુબલી નેતાઓ મોટાભાગના મામલાઓમાં નિર્દોષ છૂટયા છે.

7 ટર્મના ધારાસભ્ય સામે 2 ડઝનથી વધુ ગુનાનો ભૂતકાળ

જિલ્લાની પાંચેય બેઠકોમાં સૌથી વધુ ઉંમરના ઉમેદવાર ઝઘડિયાના છોટુ વસાવા છે. તેમની વય 77 વર્ષની છે. તલાટી રહી ચૂકેલા છોટુભાઈ OLD  SSC ભણેલા છે. છોટુભાઈ આવકવેરાનું રીટર્ન ભરતા નથી. તેમની સામે ઝઘડિયા પોલીસ મથકે 16 અને વાલિયા પોલીસ મથકે 9 ફરીયાદ દાખલ થઇ છે. તેમની પાસે 10 તોલા સોનુ, બે ટ્રેકટર સહિત 57 એકર ખેતીની જમીન છે. સ્થાવર અને જંગમ મિલકત મળી કુલ સંપત્તિ રૂપિયા 1.75 કરોડની મિલકત છે.

આ મામલે પિતા કરતા પુત્ર પાછળ નથી

છોટુ વસાવાની ટિકિટ કાપી જાતે ઉમેદવારી કરનાર BTP ના મહેશ વસાવા 55 વર્ષના છે. તેઓ ધોરણ 12 નાપાસ છે. અંકલેશ્વર કોર્ટે તેમને 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી જોકે તે હાલ જામીન મુક્ત છે. મહેશ સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 15, વાલિયામાં 8 અને ડેડીયાપાડા પોલીસ સ્ટેશને 2 કેસ દાખલ છે.તેમના ઉપર  89.42 લાખની બેંક લોન છે.

દિલીપ વસાવા સામે 6 ગુના

મહેશ વસાવાથી નારાજ દિલીપ વસાવાએ પણ પિતા સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. દિલીપ સામે 6 ફરિયાદ નોંધાયેલા છે. તેઓને એક કેસમાં સજા થઇ છે જેમાં જમીન ઉપર મુક્ત છે. તેઓનો અભ્યાસ ધોરણ 12 નપાસ છે.

કોંગ્રેસના ફતેસિંહ વસાવા  3 વર્ષની સજાના ગુનામાં જામીન મુક્ત

કોંગ્રેસના 42 વર્ષીય યુવા ઉમેદવાર પણ બાહુબલી  છે. ખેતીકામ કરતા તેઓએ ધોરણ 5 સુધીજ અભ્યાસ કર્યો છે. તકરારના ગુનામાં 3 વર્ષની સજાનો તેમની સામે હુકમ થયો હતો જેમાં તે જામીન ઉપર મુક્ત છે. બેંકમાં તેમની 35 લાખની લોન ચાલે છે. રૂપિયા 1.47 કરોડની કુલ સંયુક્ત સંપત્તિ ધરાવે છે.

ભાજપના ઉમેદવાર ધોરણ 9 પાસ

ભાજપના 46 વર્ષીય ઉમેદવાર રીતેશ વસાવા ધોરણ 9 પાસ છે. તેઓ પણ ઝઘડિયાના બીજા ઉમેદવારોની જેમ ખેતી જ કરે છે. રિતેશ પાસે 37.24 લાખની કાર, 17 તોલા સોનુ, ખેતી, રહેણાંક મકાન મળી સ્થાવર તેમજ જંગમ 2.03 કરોડની મિલકતો છે જ્યારે બેંકની 30 લાખની લોન ચાલે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">