વ્યાજખોરો સામે દાખલારૂપ કાર્યવાહી : ભરૂચ કોર્ટે 5 વ્યાજખોરોની જમીન અરજી નામંજૂર કરી, વાર્ષિક 120% વસુલતા હતા વ્યાજ

જામીન અરજીના સામે સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયાએ કોર્ટમાં હાજર રહી સરકાર તરફે અસરકાર ૨જુઆત ક૨ી હતી. ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જજ બ્રહ્મભટ સાહેબે તમામ આરોપીઓની જામીન અરજી નામંજુર કરી દેતાં વ્યાજખોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વ્યાજખોરો સામે દાખલારૂપ કાર્યવાહી :  ભરૂચ કોર્ટે 5 વ્યાજખોરોની જમીન અરજી નામંજૂર કરી, વાર્ષિક 120% વસુલતા હતા વ્યાજ
Bharuch Court canceled the bail of 5 usurers
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 8:39 AM

ભરૂચ જીલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય માણસને છૂટકારો અપાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. SP ડો. લીના પાટીલ દ્વારા વ્યાજખોરો સામે એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ સ્થળે લોકદરબાર યોજી લોકોને માહિતગાર કરાયા હતા. વ્યાજખોરો સામે પોલીસ એજન્સીએ SPના માર્ગદર્શન હેઠળ સખતમાં સખત કાર્યવાહી કરવા ફરિયાદ મેળવવાનું શરૂ કર્યું હતું. બેફામ થયેલા વ્યાજખોરો સામે અલગ અલગ પો.સ્ટેમાં FIR માટે લોકો સામે આવતા પોલીસના આ પગલાંથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ પોલીસે 4 ગુના દાખલ કરી વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ મામલે 5 વ્યાજખોરોએ જમીન મેળવવા ધમપછાડા શરૂ કાર્ય હતા જોકે ભરૂચ પોલીસના મજબૂત ઇન્વેસ્ટિગેશન અને જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી પ્રિન્સિપલ સેસન્સ જજ દ્વારા વ્યાજખોરોની જામીન અરજી રદ કરી દાખલરૂપ કાર્યવાહી કરવામાં આવી છે.

Dr. Leena Patil – SP , Bharuch

ભરૂચ SP એ વ્યાજખોરી સામે લોક દરબાર યોજ્યા

ભરૂચ પોલીસે લોક દરબારમાં મોટા પ્રમાણમાં લોકોને વ્યાજખોરી સામે માર્ગદર્શન આપ્યું હતું. કાયદાકીય માહિતી તેમજ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ ગરીબ-મધ્યમ વર્ગના નાના વેપારી, રીક્ષા ચાલાકો, શાકભાજી વેચાતા ફેરીયા તેમજ નાના દુકાનદારો અને ગલ્લાવાળાઓનું શોષણ કરતા વ્યાજખોરો સામે ગરીબ વ્યક્તિને રાહત મળી હતી. અધધધ કહી શકાય તેટલા ૧૨૦ ટકાના વાર્ષિક દરે નાણાનુધિરાણ કરી મોટી તગડી ૨કમો અને વ્યાજનું પણ વ્યાજ વસુલ કરી મિલકતો પડાવી લેવા સાથે ધાક-ધમકી આપી ગુજરાત મની લોન્ડરીંગ એકટની જોગવાઈ વિરૂદ્ધ અને કલમ-૫ મુજબ વ્યાજ વટાવનું લાયસન્સ ધરાવ્યા વગર તેમજ લાયસન્સ મળવેલું હોય તો તે સિવાય અન્ય ક્રમલો જેવી કે કલમ-૧૯, ૨૧ તેમજ ૪૨ ની જોગવાઈનો ભંગ કરી ઉંચા દરે વ્યાજ વસુલ કરવાના તેમજ આઇપીસીની કલમ-૩૮૪, ૩૮૬ એકસટોરશન-પાક ધમકી આપી સ્થાવર-જંગમ મિલકતો પડાવી લેવાના ગુના દાખલ કરાયા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
paresh pandya

P B Pandya – Chief District Public Prosecutor

કોર્ટે ન આપ્યા જામીન

ભરૂચ સી. ડિવિઝન પો.સ્ટે.માં ૩ થી ૪ જેટલા ગુના દાખલ થયા હતાં જેમાં ગુના રજી. નં.-૧૧૧૯૯૦૦૧ ૨૩૦૦૨૯ ૨૦૨૩ આરોપી સતીષભાઈ ઉફે સની દિનેશભાઈ ટેલર તેમજ ગુના ૨જી નં.-૧૧૧૯૯૮૦૧૨૩૦૦૩૦૨૨૦૨૩ આરોપી (૧) રાકેશ હરિશનદાસ મોદી (૨) સુરેશભાઈ ભીખાભાઈ પરમાર અને ગુના રજી. નં.-૧૧૧૯૯૦૦૧૨૩૦૦૩૧/૨૦૧૩ સી.ડીવી. પો.સ્ટે ભરૂચ આરોપીઓ (૧) મોસમભાઈ નિખીલભાઈ શાહ (૨) મયુરભાઈ ૨મણભાઈ પટેલ (૩) દિલીપભાઈ સોમચંદ્ર જાદવ (૪) દેવાંગ મહેતા મળી કુલ ૬ જેટલા આરોપીઓ સામે કાર્યવાહી ક૨ી તપાસ ક૨ી ઉંચા વ્યાજ વટાવના ચોપડા, હિસાબો મેળવી ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી. ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં કુલ ૫ જેટલી જામીન અરજીઓ દાખલ થઇ હતી અને તે જામીન અરજીઓના કામે તપાસ કરનાર પોલીસ એજન્સીએ આવા વ્યાજખોરો સામે સખત કાર્યવાહીના ભાગે સરકાર તરફે અરસકારક રજુઆત કરી હતી. આ તમામ જામીન અરજીના સામે સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયાએ કોર્ટમાં હાજર રહી સરકાર તરફે અસરકાર ૨જુઆત ક૨ી હતી. ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જજ બ્રહ્મભટ સાહેબે તમામ આરોપીઓની જામીન અરજી નામંજુર કરી દેતાં વ્યાજખોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">