Bharuch : કોરોના સંક્રમિતોનો સંખ્યામાં ઘટાડાઓ જોકે વૃદ્ધ દર્દીઓ માટે ત્રીજી લહેર બની રહી છે ચિંતાનો વિષય

રવિવારે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં ૨૪ કલાકમાં ૪૭ નવા કેસ નોંધાયા છે.

Bharuch : કોરોના સંક્રમિતોનો સંખ્યામાં ઘટાડાઓ જોકે વૃદ્ધ દર્દીઓ માટે ત્રીજી લહેર બની રહી છે ચિંતાનો વિષય
ભરૂચમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:51 PM

ભરૂચ (Bharuch)જિલ્લામાં ત્રીજી લહેર(Corona Third Wave) શરૂઆતના તબક્કામાં માત્ર હોમ આઇસોલેશન(home isolation) સુધી જ સીમિત રહી જતી હતી. લોકો ઘરે જ હોમ કવોરંટાઇન રહીને સ્વસ્થ થઈ કોરોનાને મ્હાત આપી રહ્યાં હતાં. બીજી તરફ ત્રીજી લહેરના અંતિમ તબક્કામાં વૃદ્ધો(Old Age People) ઉપર ગંભીર અસર પડી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આજે કોરોના સારવાર દરિમયાન ભરૂચમાં વધુ બે વૃદ્ધોએ અંતિમ શ્વાસ લીધે છે. ભરૂચમાં ત્રીજી લહેરમાં 10 થી વધુ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે જે તમામ વૃદ્ધ હોવાનું કોવિદ સ્મશાનના સૂત્રો જણાવી રહયા છે.

આમતો ઓમિક્રોન(omicron) વેરિયન્ટ ઘાતક માનવામાં આવતો ન હતો. અને બીજી લહેર જેવી કોરોના મહામારીની ત્રીજી લહેર જીવલેણ અત્યાર સુધી પુરવાર થઇ રહી ન હતી. કોરોના મહામારીની બીજી લહેર ભરૂચ જિલ્લા માટૅ પણ અતિ ઘાતક અને જીવલેણ પુરવાર થઇ હતી. મોટી સંખ્યામાં દર્દીઓના તે સમયે મૃત્યુ નિપજ્યા હતા. જોકે વેકસીનેશનના મેગા અભિયાન બાદ શરૂ થયેલી ત્રીજી લહેર ગંભીર અસર પહોંચાડી શકી નથી.

જોકે હવે કોરોનાની ત્રીજી લહેર વૃધ્ધો માટે ભરૂચ જિલ્લામાં ચિંતાજનક પુરવાર થઇ રહી છે. છેલ્લા 17 દિવસમાં જ 11 વૃધ્ધોએ ત્રીજી લહેરમાં જીવ ગુમાવ્યો છે જેમાં મોટાભાગના ભરૂચ અને અંકલેશ્વરના છે.રવિવારે પણ ભરૂચના રાજ્યના પહેલા કોવિડ સ્મશાન ખાતે બે કોરોના સંક્રમિત વૃદ્ધના મૃત્યુ થતા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 72 વર્ષીય રેખાબેન મકતુપોરીઆ રહે. ભોલાવ જે કોરોના પોઝિટિવ થતા 24 જાન્યુઆરીએ શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેઓનું આજે રવિવારે અવસાન થયું હતું. વૃદ્ધાએ કોરોના રસીનો એક પણ ડોઝ લીધો ન હતો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

બીજા બનાવમાં 87 વર્ષીય ભીખુભાઇ ગોપાલભાઈ રાઠોડ રહે. પરિજાતક સોસાયટી, લિંક રોડ ભરૂચને 26 મી ને પણ કોરોના સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. જેઓએ પણ સારવાર દરમિયાન રવિવારે દમ તોડી દેતા બન્ને વૃધ્ધોના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા.

રવિવારે નવા સંક્રમિતઓની સંખ્યામાં ઘટાડો

રવિવારે કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં ૨૪ કલાકમાં ૪૭ નવા કેસ નોંધાયા છે. આ સામે ૨૦૭ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ભરૂચ જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1000 થી ઓછી થઈ છે. હાલ જિલ્લામાં 975 એક્ટિવ કેસ છે. સરકારી ચોપડે ૯ દર્દીઓના મોત નિજ્ય છે જયારે આજે પણ ૨ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 9395 કેસ, 30 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : Coronavirus Pandemic: બે વર્ષ પહેલા આજના જ દિવસે ભારતમાં નોંધાયો હતો પહેલો કોવિડ 19 કેસ, જાણો શું કહે છે ડૉક્ટર્સ

g clip-path="url(#clip0_868_265)">