Omicron New Variant : મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના નવા વેરિઅન્ટે વધાર્યુ ટેન્શન, પુણેમાં BA.2 થી સંક્રમિત જોવા મળ્યા બાળકો
ઓમીક્રોનના BA.1 અને BA.2 વેરિઅન્ટ વચ્ચે ઘણી વસ્તુઓ સમાન હોવાનું જાણવા મળ્યું છે. આ બંને પ્રકારોના સંક્રમણથી ગળામાં દુખાવો, આંખોમાં દુખાવો અથવા બળતરા, નાના બાળકોમાં હાથ અને પગમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV Pune), પુણે ખાતે જીનોમિક સિક્વન્સીંગમાં નાના બાળકોમાં ઓમીક્રોન BA.2 નામનો નવો વેરિઅન્ટ (New variant omicron BA.2) જોવા મળ્યો છે. 6 વર્ષથી ઓછી ઉંમરના ચાર બાળકોના સેમ્પલ એનઆઈવીને જીનોમિક સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. પુણેના બાળરોગ નિષ્ણાત ડો. નિલેશ ગુજર દ્વારા મોકલવામાં આવેલા આ ચાર બાળકોના સેમ્પલમાં ઓમિક્રોનના આ તમામ વેરિઅન્ટ જોવા મળ્યા છે. આનાથી પ્રશ્ન ઊભો થયો છે કે શું મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વેરિઅન્ટમાં ફેરફાર શરૂ થયા છે ? કોરોનાની ત્રીજી લહેર વિશે, નિષ્ણાતોએ લાંબા સમય પહેલા કહ્યું હતું કે તે મોટી સંખ્યામાં બાળકોને સંક્રમિત કરશે. આ સંક્રમણનો તે જ સમયગાળો છે. આ વિશે ડો. નિલેશ ગુજર કહે છે, મારા ક્લિનિકમાં કેટલાક દર્દીઓ આવ્યા હતા. તેમાંથી કેટલાક કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પછી, મેં એનઆઈવી સાથે સંકળાયેલા એક મેડમને તેમના જીનોમ સિક્વન્સિંગ કરવા માટે વિનંતી કરી. આ ચારેયનું જીનોમિક સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું. આ પછી, જાણવા મળ્યું કે આ બાળકોને ઓમીક્રોના ના BA.2 વેરિઅન્ટનું સંક્રમણ લાગ્યું છે. હાલમાં આ અંગે વધુ સંશોધન ચાલુ છે.
ઓમીક્રોનના બંને વેરિઅન્ટના લક્ષણો એક સમાન
નવો વેરિઅન્ટ કેટલો ઘાતક છે તેની વિગતવાર માહિતી લેવામાં આવી રહી છે. ઓમીક્રોનના BA.1 અને BA.2 વેરિઅન્ટ વચ્ચે ઘણી વસ્તુઓ સમાન હોવાનું જાણવા મળ્યું છે. આ બંને પ્રકારોના સંક્રમણથી ગળામાં દુખાવો, આંખોમાં દુખાવો અથવા બળતરા, નાના બાળકોમાં હાથ અને પગમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.
અત્યારે કોરોનાના નવા વેરિઅન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી
આ દરમિયાન, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ શનિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિઅન્ટને લગતી કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું, કોરોના નવા વેરિઅન્ટ (NeoCov) પર ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કોરોનાનું અત્યાર સુધીનો સૌથી ઘાતક વેરિઅન્ટ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેના પર સંશોધન શરૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં કોરોનાના આ નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દી ક્યાંય જોવા મળ્યો નથી. અત્યાર સુધી તે માત્ર પ્રાણીઓમાં જ જોવા મળ્યો છે. તેથી તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી.
આ પણ વાંચો : Maharashtra: થાણેની દસ વર્ષની બાળકીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાઈકલ ચલાવીને બનાવ્યો રેકોર્ડ, જુઓ VIDEO