ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 9395 કેસ, 30 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો, નવા 9395 કેસ, 30 લોકોના મૃત્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 12:00 AM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 30 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9395 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 30 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 30 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9395 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં 30 લોકોએ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની(Active Case)  સંખ્યા 91320એ પહોંચ્યા છે. જયારે 278 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 91042 લોકો સ્ટેબલ છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3582 કેસ સાથે 8 દર્દીના નિધન થયા છે.તો વડોદરા શહેરમાં કોરોનાના 1598 કેસ સાથે 3 દર્દીનાં મોત નિપજ્યા છે. રાજકોટ શહેરમાં 522 કોરોના કેસ સાથે 3નાં મોત થયા.જ્યારે સુરત શહેરમાં કોરોનાના 398 કેસ સાથે 3નાં મૃત્યુ નોંધાયા. ગાંધીનગર શહેરમાં કોરોનાના 304 કેસ સામે આવ્યા. જ્યારે પાટણમાં કોરોનાના 276 અને મહેસાણામાં 200 નવા દર્દી મળ્યા. ભરૂચમાં 46 નવા કોરોના કેસ સાથે 3 દર્દીનાં મૃત્યુ નિપજ્યા. રાજ્યમાં 30 દર્દીઓના કોરોનાથી નિધન થયા છે. તો ગુજરાતમાં 24 કલાકમાં 16,066 દર્દી સારવાર બાદ સાજા પણ થયા છે. ગુજરાતમાં કોરોનાના 91,320 એક્ટિવ કેસ છે. જે પૈકી 278 દર્દી વેન્ટીલેટર સારવાર હેઠળ છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય. પરંતુ મોતનો આંકડો હજી પણ ઉંચો છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 30 દર્દીઓના નિધન થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 8 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો.ગુજરાતમાં જાન્યુઆરીના 30 દિવસમાં કોરોનાથી 320 લોકોના નિધન થયા છે. રાજ્યમાં 29 જાન્યુઆરીએ સર્વાધિક 33 લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દી ઘટી રહ્યાં છે. જેને જોતા આગામી સમયમાં મોતની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ શકે છે. જો કે તબીબોએ લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો : બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી સ્થિતિ, પીવાના પાણી માટે મહિલાઓને પડાપડી કરવી પડે છે

આ પણ વાંચો : Budget 2022: બજેટમાં પ્રાયોરીટી સ્ટેટસ ઈચ્છે છે હેલ્થકેર ઈન્ડસ્ટ્રી, GPD ના 3% સુધી ફંડ વધારવાની માગ

Published on: Jan 30, 2022 07:39 PM
g clip-path="url(#clip0_868_265)">