AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સફેદ કોટમાં કાળો કારોબાર! ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ, 3ની ધરપકડ

ભરૂચના ધોળીકુઈ બજારમાં આવેલ ક્લિનિક બહારથી જ સારવાર આપવાના બદલે આંક-ફરકનો હાઇટેક જુગાર રમાડતા એક ડૉક્ટર સહિત બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.

Breaking News : સફેદ કોટમાં કાળો કારોબાર! ક્લિનિક બહારથી ડોક્ટર દ્વારા ચાલતા ડિજિટલ જુગારનો પર્દાફાશ, 3ની ધરપકડ
| Updated on: Aug 09, 2026 | 2:05 PM
Share

ભરૂચના ધોળીકુઈ બજારમાં આવેલ ક્લિનિક બહારથી જ સારવાર આપવાના બદલે આંક-ફરકનો હાઇટેક જુગાર રમાડતા એક ડૉક્ટર સહિત બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.

મોબાઈલમાં વ્યસ્ત ડૉક્ટરને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો

ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ વિગત મળી હતી કે, ધોળીકુઈ બજાર ખાતે વખારીયા ક્લિનિક ચલાવતા ડૉ. મનોજ ચંપકલાલ વખારીયા જાહેરમાં ઉભા રહીને લોકો પાસેથી આંક-ફરકના આંકડા મેળવી પૈસા વડે જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક બે તટસ્થ પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. ક્લિનિક પાસે મોબાઈલમાં મગ્ન ડૉક્ટરને પોલીસે કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

મોબાઈલ અને વોટ્સએપથી આ રીતે ચાલતી જુગારની બદી

પોલીસે સ્થળ પર જ ડૉ. મનોજ વખારીયાનો મોબાઈલ ચેક કરતા તેમાં વોટ્સએપ એપ્લિકેશન દ્વારા આંક-ફરકના આંકડાઓનું નેટવર્ક સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો હતો કે, ડૉક્ટર અને તેના સાથીદાર અનિલભાઈ માણેકલાલ મહેતા બંને સાથે મળીને લોકોને 1 ના 10 ની લાલચ આપી તેમની પાસેથી વોટ્સએપ ચેટ પર આંકડા લખતા હતા. ત્યારબાદ રોજેરોજનો હિસાબ અને વલણ નક્કી કરીને ઝાડેશ્વરના તરન મોદી નામના ઈસમ સાથે નાણાંની લેવડ-દેવડ કરતા હતા. આ રીતે ડિજિટલ માધ્યમથી વોટ્સએપ દ્વારા આંક-ફરકનો આંકડાકીય જુગાર રમાડવામાં આવતો હતો.

દાવ પર લાગેલા રૂપિયા 60,050 જપ્ત કરાયા

ડૉક્ટરની પૂછપરછ બાદ પોલીસે તેના સાથીદાર અનિલ મહેતાને પણ પકડી પાડ્યો હતો. બંને આરોપીઓની અંગઝડતી કરતા પોલીસને ₹60,050 ની રોકડ રકમ, ₹20,000 ની કિંમતના મોબાઈલ ફોન તથા જુગારની ચેટના 14 પાનાના સ્ક્રીનશોટ પ્રિન્ટ મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹80,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે વલણ લેનાર મુખ્ય સૂત્રધાર તરન મોદીને પણ પકડી લેવાયો હતો.

જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી

ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે પકડાયેલ ડૉ. મનોજ વખારીયા અને અનિલ મહેતા તેમજ તરન મોદી સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમાજમાં જવાબદારીભર્યું સ્થાન ધરાવતા ડૉક્ટર જ જુગારની આ બદીમાં સંડોવાયેલા નીકળતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જુગારના કાવતરાના પર્દાફાશ માટે પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એમ.વસાવા, પો.સબ.ઇન્સ. શ્રી એમ.એસ.ડાંગર, WASI વર્ષાબેન રમણભાઇ, HC આશીષભાઇ રાયસીંગભાઇ, HC વિજયસિંહ મજુભા, HC કાનુભાઇ શામળાભાઇ, PC ધવલસિંહ લાલજીભાઇ, PC અજયસિંહ અભેસિંહ, PC શક્તિસિંહ જીલુભા, PC મહીપાલસિંહ જીતુભા, PC દિવ્યરાજસિંહ જામસિંહ, PC દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ, PC નિતેશભાઇ ખાટાભાઇ નાઓ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

Follow Us
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
જિમ્નાસ્ટિક્સમાં ગુજરાતના ખેલાડીઓએ મેડલ્સની ભરી ઝોળી ! Video
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
g clip-path="url(#clip0_868_265)">