Ahmedabad Breaking : આનંદનગરના ફ્લેટમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે આચર્યું દુષ્કર્મ, 3 દિવસ પહેલા જ લાગ્યો હતો નોકરીએ
કચ્છની રહેવાસી 23 વર્ષીય યુવતી આનંદનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં અન્ય ત્રણ યુવતીઓ સાથે શેરિંગમાં રહેતી હતી. આરોપી ધર્મસિંહ નામનો પરપ્રાંતિય વ્યક્તિ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તે ઘટનાના માત્ર ત્રણ દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ જોડાયો હતો.
અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં યુવતીની સુરક્ષા સામે સવાલો ઉભા કરતી દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતી સાથે સોસાયટીના જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં આનંદનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે 10 અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે વહેલી સવારે આરોપીની ધરપકડ કરી લીધી હતી
આનંદનગરમાં દુષ્કર્મની ઘટના આવી સામે
મળતી માહિતી મુજબ, મૂળ કચ્છની રહેવાસી યુવતી આનંદનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં અન્ય ત્રણ યુવતીઓ સાથે શેરિંગમાં રહેતી હતી. યુવતી દરરોજની જેમ 8 ઓગસ્ટની રાત્રે ફ્લેટના ધાબા પર ચાલવા માટે ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો આરોપી પણ લિફ્ટ મારફતે ધાબા પર પહોંચ્યો હતો.
સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે આચર્યુ દુષ્કર્મ
આરોપીએ યુવતી એકલી હોવાનો લાભ ઉઠાવી તેની પાછળથી આવી વાયર વડે તેનું ગળું દબાવ્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ યુવતીને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. ઘટનાને પગલે યુવતીની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આરોપીએ યુવતી એકલી હોવાનો લાભ ઉઠાવી તેની પાછળથી આવી વાયર વડે તેનું ગળું દબાવ્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ યુવતીને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. ઘટનાને પગલે યુવતીની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ત્રણ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો આરોપી
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપી માત્ર ત્રણ દિવસ પહેલા જ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ જોડાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીનું યોગ્ય પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સિક્યુરિટી એજન્સીની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે બેદરકારી સામે આવ્યે સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Breaking News : હવે ફિઝિકલ પાસ વગર જ ST બસમાં ફ્રી સવારી, દિવ્યાંગ બસ પાસ DigiLocker સાથે લિંક થતાં ગુજરાતને મળ્યો નેશનલ એવોર્ડ !, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
દુનિયાની સૌથી 'મોટી' સોનાની ઈંટ, 521 કિલો વજન સાથે બનાવ્યો 'રેકોર્ડ'
અંબાજી મંદિરમાં માઈભક્તે કર્યું લાખોના સોનાનું દાન, જુઓ Video
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
