AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચના કોંઢ ગામે બે કાચા મકાન ધરાશાયી થતા 6 લોકો દટાયા, સ્થાનિકોએ જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા

વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં રહેતા વસાવા પરિવારના સભ્યો આજરોજ સવારે પોતાનાઘરમાં હતા તે દરમિયાન અચાનક મકાનની દીવાલ છત ધરાશાયી થઇ હતી. દીવાલ તૂટી પડતા તેના ઉપર ટેકવવામાં આવેલી છત પણ ધરાશાયી થી હતી. ઘટનામાં બંને મકાનમાં રહેતા કુલ 8 લોકો દટાઈ ગયા હતા.

Breaking News : ભરૂચના કોંઢ ગામે બે કાચા મકાન ધરાશાયી થતા 6 લોકો દટાયા, સ્થાનિકોએ જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 1:37 PM
Share

વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં બે કાચા મકાનોની દીવાલ અને છત ધરાશાયી થતા એક પરિવારના ચાર લોકો સહીત 6 ને ઈજાઓ પહોંચી હતી જયારે મકાનના અન્ય હિસ્સામાં બેઠેલા 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ઇજા પામનાર 3 બાળકો સહીત 6 લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક બાળકને ઈજાઓ વધુ જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે જાણવાજોગ નોંધ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના ઝાંઝમેર ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ તબીબ સકંજામાં, મેડિકલનો મુદ્દામાલ કર્યો જપ્ત, જુઓ Video

સૂત્રો અનુસાર વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં રહેતા વસાવા પરિવારના સભ્યો આજરોજ સવારે પોતાનાઘરમાં હતા તે દરમિયાન અચાનક મકાનની દીવાલ છત ધરાશાયી થઇ હતી. દીવાલ તૂટી પડતા તેના ઉપર ટેકવવામાં આવેલી છત પણ ધરાશાયી થી હતી. ઘટનામાં બંને મકાનમાં રહેતા કુલ 6 લોકો દટાઈ ગયા હતા.ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બચાવકાર્ય માટે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટનામાં ૩૨ વર્ષીય પ્રકાશ વસાવા,તુલસીબેન વસાવા,નિમિષાબેન વસાવા અને અશ્વિન વસાવા દબાઈ જતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.સદનશીબે તમામને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Gujarati video : રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ફરી જેલના સળિયા પાછળ, હાઇ સિક્યોરિટી સાથે સાબરમતી જેલમાં મોકલાશે

ઘટનામાં બાળક અશ્વિન વસાવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત પણ સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં વાલિયા પોલીસે જાણવાજોગ નોંધ હેઠળ ઘટનાની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા
ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા
ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...
ભાવનગરમાં નવરાત્રિ દરમિયાન હોબાળો, હિંદુ સંગઠનોનો વિરોધ...
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
રાજકોટમાં 1 કરોડની માછલીની ઉલટી પકડાઈ
g clip-path="url(#clip0_868_265)">