Bharuch : પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનારને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર બળાત્કાર ગુજારવાના ગંભીર મામલે દાખલારૂપ અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને આજીવન કેદની સજા ફટકારી છે.

ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર બળાત્કાર ગુજારવાના ગંભીર મામલે દાખલારૂપ અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે પરણિત પ્રેમિકાની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનાર આરોપી અલ્તાફહુસેન અબ્દુલ રહેમાન દીવાનને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો સમાજમાં સગીરાઓના થતા યૌન શોષણ સામે કડક સંદેશ આપે છે.
બાળકીને વેચી દેવાનું કાવતરું ઘડાયું હતું
આ કેસમાં આરોપી દ્વારા માત્ર બળાત્કાર જ નહીં પરંતુ પીડિત બાળકીને વેચી દેવાનો કાવતરું પણ ઘડવામાં આવ્યું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. બાળકી લાંબા સમય સુધી ભય અને દબાણમાં રહી હતી પરંતુ અત્યાચાર સહન ન થતા અંતે તેણે પોતાની ફોઈને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. 24 માર્ચ 2019ના રોજ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
સરકારી પક્ષ દ્વારા કોર્ટના ધ્યાને મુકાયેલ મુખ્ય મુદ્દા
- આરોપી અલ્તાફહુસેન દીવાને સગીરાના ભયમાં રાખી દુષ્કર્મ કર્યું હતું
- પીડિતાને વેચી દેવાની પણ યોજના ઘડવામાં આવી
- બાળકીની ફોઈને સમગ્ર ઘટના જણાવતાં કેસ બહાર આવ્યો
- 24 માર્ચ 2019ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
- પીડિતાની માતાને પણ શરૂઆતમાં આરોપી બનાવવામાં આવી હતી
- માતાએ ઘટનાથી વાકેફ હોવા છતાં પગલાં ન લીધા
- પુરાવાના અભાવે માતાને કોર્ટે નિર્દોષ જાહેર કરી
- પોક્સો એક્ટ હેઠળ આરોપીને આજીવન કેદની સજા
પુરાવાના અભાવે કોર્ટે માતાને નિર્દોષ છોડી
ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મના આ કેસમાં કડક ચુકાદો આપ્યો છે. આરોપી અલ્તાફહુસેન દીવાને સગીરાને ભયમાં રાખી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પીડિત બાળકીને વેચી દેવાની પણ યોજના ઘડવામાં આવી હતી. બાળકીની ફોઈને પીડિતાની માતાના મૌન અને બાળકી પાર થતા અત્યાચાર અંગે જાણ થતાં 24 માર્ચ 2019ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં પીડિતાની માતાને પણ શરૂઆતમાં આરોપી બનાવવામાં આવી હતી કારણ કે તે ઘટનાથી વાકેફ હોવા છતાં પગલાં લીધા નહોતા. જોકે પુરાવાના અભાવે કોર્ટે માતાને નિર્દોષ જાહેર કરી હતી. જ્યારે પોક્સો એક્ટ હેઠળ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પી.બી. પંડ્યાએ મજબૂત પુરાવા અને કડક દલીલો રજૂ કરી હતી. કોર્ટે તમામ સાક્ષીઓ, મેડિકલ રિપોર્ટ અને તપાસના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
