AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : વ્યાજખોરી સામેની સરકારની ઝુંબેશમાં સરકારી કર્મચારીની ધરપકડ,કોરા ચેક લઈ દેવાદારને ધમકાવતો હતો

અલગ અલગ ગુનાઓમાં ધરપકડ કરાયેલા વ્યાજખોરોએ જામીન મેળવવા ધમપછાડા શરૂ કાર્ય હતા જોકે ભરૂચ પોલીસના મજબૂત ઇન્વેસ્ટિગેશન અને જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી ભરૂચ કોર્ટ  દ્વારા વ્યાજખોરોની જામીન અરજી રદ કરી દાખલરૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Bharuch : વ્યાજખોરી સામેની સરકારની ઝુંબેશમાં સરકારી કર્મચારીની ધરપકડ,કોરા ચેક લઈ દેવાદારને ધમકાવતો હતો
Arrest of government employee in government campaign
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 1:43 PM
Share

ભરૂચ જીલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહીની ઝુંબેશમાં એકપછી એક વ્યાજખોરોના જામીન નામંજૂર થઇ રહ્યા છે અને કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરી રહી છે.  ભરૂચ જીલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય માણસને છૂટકારો અપાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. SP ડો. લીના પાટીલ દ્વારા વ્યાજખોરો સામે એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ સ્થળે લોકદરબાર યોજી લોકોને માહિતગાર પણ કરાઈ રહ્યા છે. વ્યાજખોરો સામે પોલીસ એજન્સીએ SPના માર્ગદર્શન હેઠળ સખતમાં સખત કાર્યવાહી કરવા ફરિયાદ મેળવવાનું શરૂ કર્યું છે.

Illegal Money Londing Activities વિરૂધ્ધમાં Special Drive અન્વયે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિહ તથા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ભરૂચને એક અરજીની તપાસ મળી હતી. આ આ અરજીની તપાસ દરમ્યાન આ કામના આરોપી સુરેશભાઇ અંબાલાલ પટેલ પોતે સરકારી કર્મચારી હોવા છતા અને વ્યાજે નાણાધીરધાર કરવા અંગેનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતા ફરીયાદી કમલેશભાઇ રણછોડભાઇ પરમારનાઓ પાસે ઊંચા ડરે વ્યાજ વસુલતા હતા.

સરકારી કર્મચારીની ધરપકડ

ભરૂચ કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સુરેશભાઇ અંબાલાલ પટેલથા બીજા અન્ય સાહેદોને પણ 10% ના વ્યાજદરે ગેરકાયદેસર ધીરાણ કરી તેની અવેજમાં સિક્યુરીટી પેટે ફરીયાદી તથા સાહેદોના સહીવાળા કોરા ચેકો મેળવી વ્યાજ સહીતના નાણા વસુલ કર્યા બાદ સિક્યુરીટી પેટે મેળવેલ ચેકોમાં અલગ અલગ રકમો ભરી જે તે બેન્કમાં નાખી ચેક બાઉન્સ કરાવી ભરૂચ કોર્ટમાં આશરે ૨૦ થી પણ વધુ ભોગબનનાર વિરૂધ્ધમાં કેસ દાખલ કર્યા હતા. સરકાર દ્વારા નક્કી કરેલ નિયમ વિરૂધ્ધમાં વધુ વ્યાજ સાથે નાણાની વસુલી કરી વધુ નાણા મેળવવા ગુનાહીત ધાક ધમકી આપી બળજબરીપૂર્વક કઢાવી લેવાનો ગુનો કરતા એસ.ઓ.જી.ભરૂચ દ્વારા ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ગુનો દાખલ કરેલ છે. આરોપી સુરેશભાઇ અંબાલાલ પટેલ પાસેથી હિસાબની એક ડાયરી કબજે કરેલ છે અને વધુ તપાસ ભરૂચ શહેર “એ ડીવી. પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે.

વ્યાજખોરી અટકાવવાની ઝુંબેશમાં પો.ઈન્સ. એ.એ.ચૌધરી તથા પો.સ.ઇ. એ.વી.શિયાળીયા સાથે અ.હે.કો.શૈલેષભાઇ ઇશ્વરભાઇ તથા અ.હે.કો.નરેશભાઇ અંબારામભાઇ એ જહેમત ઉઠાવી હતી.

વ્યાજખોરોને નથી મળી રહ્યા જામીન

અલગ અલગ ગુનાઓમાં ધરપકડ કરાયેલા વ્યાજખોરોએ જામીન મેળવવા ધમપછાડા શરૂ કાર્ય હતા જોકે ભરૂચ પોલીસના મજબૂત ઇન્વેસ્ટિગેશન અને જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી ભરૂચ કોર્ટ  દ્વારા વ્યાજખોરોની જામીન અરજી રદ કરી દાખલરૂપ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">