વ્યાજખોરી મામલે કોર્ટનું કડક વલણ : AAP ના અગ્રણી મનહર પરમારના જામીન નામંજૂર કરી જેલ હવાલે કરાયા

આરોપી મનહર પરમાર ગઈ ટર્મમાં ભરૂચમાંથી આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડયા હતા.ભરૂચ જીલ્લા એસ.પી. ડો. લીનાબેન પાટીલ તેમજ તેમની ટીમ અને અધિકારોએ વ્યાજખોરી સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. આરોપી મનહર પરમારની ધરપકડ થતાં તેઓએ ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

વ્યાજખોરી મામલે કોર્ટનું કડક વલણ : AAP ના અગ્રણી મનહર પરમારના જામીન નામંજૂર કરી જેલ હવાલે કરાયા
Manhar Parmar - AAP Leader
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 7:33 AM

ભરૂચ જીલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહીની ઝુંબેશમાં એકપછી એક વ્યાજખોરોના જામીન નામંજૂર થઇ રહ્યા છે અને કોર્ટે  આરોપીઓને જેલ હવાલે કરી રહી છે. વ્યાજખોરીના વેપલામાં આમ આદમી પાર્ટીના અગ્રણી મનહર પરમાર સામે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મિષ્ઠાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ સંદર્ભે મનહર પરમારની ધરપકડ બાદ તેમણે કોર્ટમાં જમીન માટે અરજી કરી હતી જે ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જડજ હમર્મદ સાહેબે ફગાવી દીધી હતી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પી બી પંડ્યાએ રજૂઆતો કરી આ કેસમાં જમીન ના મંજુર કરી દાખલારૂપ આદેશની માંગ કરી હતી જે કોર્ટે સ્વીકારી હતી.

વાર્ષિક 120% વ્યાજે નાણાં  આપ્યા હતા

મનહર પરમાર સામે નોંધાયેલી ફરિયાદ અનુસાર રૂપિયા 10 લાખ ની ૨કમ આરોપી મનહર પરમારે માસિક 10 ટકા ના વ્યાજે એટલે કે 120% ના વાર્ષિક દરે નાણાધીરી મોટી તગડી ૨ક્રમ અને વ્યાજનું પણ વ્યાજ વસુલ કરી ફરીયાદીની માલિકીનું એક મકાન જે શ્રી રેસીડેન્સી ભરૂચ મુકામે આવેલ હતું તે ગેરકાયદેસર રીતે પડાવી લીધેલું હતું અને તેનો ગેરકપદેસર ક્બજો કરી લીધો હતો. ફરીયાદીએ આ તમામ રકમ બેંક મારફતે આરોપી મનહર પરમારના દિકરા જે આ ગુનામાં આરોપી છે તે કેતન પરમારના ખાતામાં જમા કર્યા હોવા છતાં ફરીયાદીની મિલકત લઈ લીધી હતી જેથી આરોપીઓ સામે ગુજરાત મની લોન્ડરીંગ એકટનીજોગવાઈ વિરૂધ્ધ અને કલમ-૫ મુજબ વ્યાજ વટાવનું લાયસન્સ ધરાવ્યા વગર નાણાં ધીરધારનો ધંધો કરવા બદલ તેમજ તે સિવાય અન્ય ક્લમો જેવી કે કલમ-૧૯, ૨૧ તેમજ ૪૨ ની જોગવાઈનો ભંગ કરી ઉંચા દરે વ્યાજ વસુલ કરવાના તેમજ આઈપીસીની ક્લમ-૩૮૪, ૩૮૬ એક્સટોરશન, ધાક ધમકી આપી સ્થાવર-જંગમ મિલકતો પડાવી લેવાના તેમજ ઈ.પી.કોડની કલમ-૪૪૭, ૫૦૪, ૫૦૬(૨) મુજ ધાધમકી આપી ટ્રેસપાસ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડયા હતા

આરોપી મનહર પરમાર ગઈ ટર્મમાં ભરૂચમાંથી આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડયા હતા.ભરૂચ જીલ્લા એસ.પી. ડો. લીનાબેન પાટીલ તેમજ તેમની ટીમ અને અધિકારોએ વ્યાજખોરી સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. આરોપી મનહર પરમારની ધરપકડ થતાં તેઓએ ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જેમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયા હાજર થઈ સરકાર અસરકાર રજુઆત કરી દલીલો કરતાં આરોપીની જામીન અરજી ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જડજ હમર્મદ સાહેબે નામંજૂર કરી દીધેલી હતી. કેસમાં આરોપી મનહર પરમારનો દીકરો આ ગુનમાં આરોપી છે જે ફરા૨ છે અને તેની સામેની એફઆઈઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">