ભરૂચ : ડ્રોનથી દવા છંટકાવ યોજના કૃષિ વિમાન વિશે ખેડૂતોને વાકેફ કરાયા
ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર -પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તારના ઝધડીયા તાલુકામાં ફરી રહ્યો છે. કાર્યક્રમના ભાગરૂપે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચતા ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર -પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તારના ઝધડીયા તાલુકામાં ફરી રહ્યો છે. કાર્યક્રમના ભાગરૂપે ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચતા ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભરૂચ જિલ્લામાં એક મહત્વપૂર્ણ સોપાન બની રહ્યું છે.આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન અદ્યતન ડ્રોન ટેક્નોલોજી આકર્ષણનું કેન્દ્રનું બન્યું હતું. આટેક્નોલોજી કૃષિ વિમાન તરીકે ઓળખાય છે. રાણીપુર ગામના અગ્રણી ખેડૂત કુંતેશ પટેલના ખેતરમાં કૃષિ વિમાન છંટકાવની સેવાનો ડેમો કરવામાં આવ્યો હતો.
સરકારની ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી ખેડૂતના પાકમાં નેનો યુરિયાના થઈ રહેલા છંટકાવની પ્રક્રિયાનું નિરિક્ષણ ખેડૂતો કર્યું હતું. કૃષિ વિભાગના અધિકારીએ ડ્રોન ટેક્નોલોજી અંગે વિગતે જાણકારી આપી હતી. તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ સમય,નાણાંની બચત કરીશકે તેમજ નેનો ફર્ટીલાઈઝરનો ઉપયોગ અને તેના લાભ વિશે વિગતે જાણકારી આપી હતી.
ડ્રોનથી છંટકાવ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેમા ખર્ચના 90% અથવા વધુમાં વધુ રૂપિયા 500 બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે અને ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
આ પણ વાંચો : અમદાવાદ: વધુ વ્યાજની લાલચે 30 લોકો સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી, આરોપીની ઉદયપુરથી ધરપકડ
તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડ ખાતે મામલતદાર અંકલેશ્વરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તાલુકાના આ તાલુકાકક્ષાના જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાના નાગરિકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નીતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો તેવા પ્રશ્નો રજુકર્યો હતા.સ્થાનિક તંત્રની લોકો પ્રત્યેની જવાબદેહીતા તથા જનસંવેદના ધ્યાને લઇને અરજદારોને રૂબરૂ સાંભળી તાલુકા સ્વાગત હેઠળ કુલ ૩ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ભરૂચ : આ કોઈ સ્ટંટ નથી પણ ટ્રેકટર ચાલક ઓવરલોડ વાહન હંકારી રહ્યો છે! જુઓ પોલીસને પડકાર ફેંકતો વિડીયો