ભરૂચ : આ કોઈ સ્ટંટ નથી પણ ટ્રેકટર ચાલક ઓવરલોડ વાહન હંકારી રહ્યો છે! જુઓ પોલીસને પડકાર ફેંકતો વિડીયો
ભરૂચ : ભરૂચના વાલિયા - નેત્રંગના અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતાં જરા સાંભળજો કારણકે અહીં રોડ પર દોડતા ટ્રેકટર તમારો જીવ જોખમમાં મૂકી શકે છે. ટ્રેકટર ચાલક જાણે સ્ટંટ કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે જે તમારો શ્વાસ અધ્ધર કરી દેશે.
ભરૂચ : ભરૂચના વાલિયા – નેત્રંગના અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતાં જરા સાંભળજો કારણકે અહીં રોડ પર દોડતા ટ્રેકટર તમારો જીવ જોખમમાં મૂકી શકે છે. ટ્રેકટર ચાલક જાણે સ્ટંટ કરતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે જે તમારો શ્વાસ અધ્ધર કરી દેશે.
સુગર ફેકટરી માટે શેરડીનું કટીંગ હાલ ચાલી રહ્યું છે. કોન્ટ્રાકટર ઓવરલોડ શેરડી ભરીને ટ્રેકટર દ્વારા સીમમાંથી અંદાજે 25 કિલોમીટર દૂર સુગર ફેકટરી લઇ જાય છે ત્યારે આ ટ્રેકટરનાં ડ્રાઈવર ઓવરલોડ ભરેલી શેરડીનાં કારણે ટ્રેકટ નાં આગળ બંને વહીલ જમીનથી અધ્ધર રાખીને સ્ટંટ કરતાં હોય એવા દ્રશ્યો સર્જાય છે. આ સ્થિતિ રસ્તે ચાલતા રાહદારીઓનો પણ જીવને જોખમમાં મૂકે છે. આ અંગે વિડિયો વાયરલ થયો છે.
Latest Videos