ભરૂચ : ઝાડેશ્વર ગામમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચલાવાઈ, પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર ગામમાં ઘરમાં એકલી વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. ઘરના માળિયામાં વેન્ટિલેશનમાંથી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા જે ચપ્પુની અણીએ દાગીના અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ : ભરૂચના ઝાડેશ્વર ગામમાં ઘરમાં એકલી વૃદ્ધાને બંધક બનાવી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. ઘરના માળિયામાં વેન્ટિલેશનમાં બાકોરું પાડી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા જે ચપ્પુની અણીએ 70 વર્ષીય રમીલાબેન પેટલને બાનમાં લઈ દાગીના અને રોકડ મળી રૂપિયા 2 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
પીડિત વૃદ્ધાના જમાઈ શિલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર રમીલાબેન પટેલના ઘરનું રિનોવેશનનું કામ ચાલતું હોવાથી તે પાડોશના મકાનમાં ભાડે રહે છે. 20 નવેમ્બરની રાતે વૃદ્ધા ઘરમાં એકલા હતા ત્યારે પહેલા માળના વેન્ટિલેશનમાં બાકોરું પાડી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા.
મહિલા ઘરમાં એકલી હોવાથી લૂંટારુઓએ તેને ચપ્પુ બતાવી ભયભીત કરી તમામ કિંમતી વસ્તુઓ અને રોકડ સોંપી દેવા કહ્યું હતું. મહિલાને બાનમાં લઈ લૂંટારુઓએ સોનાની બે બંગડીઓ અને રોકડ મળી રૂપિયા 2 લાખની મત્તાની લૂંટ ચલાવી હોવાનો અંદાજ છે.
બનાવની જાણ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસને કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લૂંટારુ ચોરીના ઇરાદે ઘુસ્યા હતા
મહિલાની રાતે 3 વાગે ઘરમાં આવજ આવવાથી આંખ ખુલી જતા તે તપાસ કરવા ઉઠ્યા હતા. આ દરમિયાન તેમના ઘરમાં બે લોકો તેમને નજરે પડ્યા હતા. ચોરીના ઇરાદે ઘરમાં તિજોરી અને ફર્નિચર તોડી કિંમતી સામાનની શોધખોળ કરતા હતા ત્યારે મહિલા પહોંચી જતા મહિલાને બંધક બનાવી હતી.
મહિલાને બંધક બનાવી નજર સામે સામાનની તોડફોડ કરીલૂંત ચલાવી
મહિલા રાતે જાગી જતા તસ્કરોને ધ્યાન ઉપર આવતા વૃદ્ધાને ચપ્પુની અણીએ દ્રવી બાંધી દેવામાં આવી હતી. મહિલાની નજર સામે તેના ઘરમાં તોડફોડ કરી કિંમતી સમાન તસ્કરોએ શોધ્યો હતો અને રમીલાબેન પટેલે પહેરેલા દાગીના પાર ઉતારી લીધા હતા.
પોલીસે આખા વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી : DYSP
બનાવના પગલે પોલીસ પણ એલર્ટ બની છે. ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ એમ ગાંગુલીએ જણાવ્યું હતું કે પોલીસે આખા વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. તસ્કરોની ભાલ મેળવવા પોલીસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. બે લૂંટારુઓ અંગે પોલીસે આસપાસના પડવોમાં પણ તપાસ હાથ ધરી છે.