Bharuch : જેલના પોલીસ કર્મચારીઓનું આંદોલન, પડતર માંગણીઓ મંજૂર કરવા માંગ

સમગ્ર ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યા છે, ત્યારે ભરૂચ(Bharuch) જિલ્લા જેલના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા છે. મંગળવારે માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદન આપ્યા બાદ આજે સબજેલ બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

Bharuch : જેલના પોલીસ કર્મચારીઓનું આંદોલન, પડતર માંગણીઓ મંજૂર કરવા માંગ
Jail police personnel protest
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 6:38 PM

સમગ્ર ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યા છે, ત્યારે ભરૂચ(Bharuch) જિલ્લા જેલના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા છે. મંગળવારે માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદન આપ્યા બાદ આજે સબજેલ બહાર પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેલ કર્મીઓએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ, જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી અનેઅધિકારીઓને સને 1967 થી પોલીસ ખાતાના કર્મચારી પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર  હતો.

સ્કેલ ટુ સ્કેલ એટલે સરખો પગાર કરવામાં આવતો હતો પરંતુ 1986 થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવથી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર તથા તેની નીચેની કક્ષાના કર્મચારીને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો કરી આપવામાં આવ્યો હતો.

જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કર્યો ન હતો, આમ આ વિસંગતા ચોથા પાંચમાં તથા છઠ્ઠા પગારપંચમાં પણ ચાલુ રહેલ હતો. સને 1987 થી છઠ્ઠા પગારપંચ સુધીની પોલીસ ખાતા તથા જેલ ખાતાના કર્મચારી અનેઅધિકારીના પગારમાં વિસંગતતા રહેલ હતી. જે સરકાર તથા જેલોની વડી કચેરીના અથાગ પ્રયત્નોથી જેલ વિભાગના પગારની વિસંગતતાનો પેચીદા પ્રશ્નનું નિરાકરણ સંદર્ભ-1 ના પરિપત્ર મુજબ સને 2014 માં કરેલ હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

હાલ ગુજરાત સરકાર દ્વારા સંદર્ભ-2 મુજબ ફિક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે, તથા સંદર્ભ-૩ મુજબ ફિક્સ-પેના કર્મચારીઓના રજા પગારમાં રૂ.150 ની જગ્યા પર રૂ.665 કરવામાં આવેલ છે, તથા 4 વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલ છે. જે પરિપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.

જેથી સને 1987 માં થયેલ પોલીસ વિભાગ અને જેલ વિભાગના પગારની વિસંગતતા તરફ લઇ જતો હોય, એ સહિતના કેટલાક મુદ્દે જેલ કર્મચારીઓએ મંગળવારે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. આ આવેદન પત્ર બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો જેલ કર્મીઓ એકસાથે રજા ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે તેમ જાણવા મળ્યું છે. જ્યારે આજે બુધવારે સબજેલ બહાર માંગણીઓ મુદ્દે પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">