Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankleshwar : આલ્કેમ લેબોરેટરીઝમાં આગની ઘટનાથી દોડધામ મચી, 5 ફાયરફાઈટરો આગ ઉપર કાબુ મેળવ્યો

દોડધામ વચ્ચે કંપનીના કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયા હતા. કંપનીમાં ફાયરબ્રિગેડ , એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓની દોડધામ સ્પષ્ટ નજરે પડી રહી છે.

Ankleshwar :  આલ્કેમ લેબોરેટરીઝમાં આગની ઘટનાથી દોડધામ મચી, 5 ફાયરફાઈટરો આગ ઉપર કાબુ મેળવ્યો
A fire incident at Alchem Laboratories caused a rush
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 1:23 PM

જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપની આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડના અંકલેશ્વર પ્લાન્ટમાં આગ લાગી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. બપોરે 12 વાગ્યાના અરસામાં કંપનીના પ્લાન્ટમાંથી કાળા ધુમાડા નીકળતા નજરે પડ્યા બાદ આખો વિસ્તાર સાયરનોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. દોડધામ વચ્ચે કંપનીના કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી સ્થિતિ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયા હતા. કંપનીમાં ફાયરબ્રિગેડ , એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડીઓની દોડધામ સ્પષ્ટ નજરે પડી રહી છે. હજુ સુધી આગ અંગે કોઈ સત્તાવાર નિવેદન કંપની કે કોઈ સરકારી એજન્સી દ્વારા જાહેર કરવામાં ન આવતા ઘટનાની ગંભીરતા અને નુકસાનનો અસલ અંદાજ સામે આવ્યો નથી.

Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન ! મળશે 2GB ડેટા અને કોલિંગનો લાભ
Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ હોય છે આ વાસ્તુ દોષ! તમે તો નથી કરતાને ભૂલ
ઘરે જ બનાવો કેમિકલ ફ્રી કલર, સલૂનમાં ગયા વગર મેળવો સુંદર વાળ
આજનું રાશિફળ તારીખ : 20-02-2025
અમદાવાદના આ વિસ્તારમાં રહે છે સૌથી વધુ મુસ્લિમ

5 ફાયરફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો

ઘટના બાદ કંપનીએ પણ નિવેદન જાહેર કર્યું છે. કંપનીના અધિકારી રાજસિંહ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના બપોરના અરસામાં બની હતી જેમાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. કંપનીના તમામ કર્મચારીઓ અને કામદારોને સુરક્ષિત ઘટનાસ્થળથી દૂર ખસેડીલેવમાં આવ્યા છે. કાચ તૂટવાથી એક કર્મચારીને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને સારવાર આપવામાં આવી છે. આગની ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર મદદે બોલાવાયા હતા. 5 ફાયરફાઈટરોની મદદથી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.

ઘટનાની તપાસ સોંપાઈ

આગની ઘટનામાં લાખ્ખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગ ક્યાં કારણોસર લાગી તેની પ્રારંભિક તપાસમાં કોઈ માહિતી બહાર આવી શકી નથી. ઘટના ક્યાં કારણોસર બની તેની હકીકત બહાર  લાવવા કંપની તરફથી તપાસના આદેશ કરાયા છે. કંપની ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ , જીપીસીબી અને અંકલેશ્વર પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બનાવમાં એક કર્મચારીને પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ઘટનાની જાણવાજોગ નોંધ હેઠળ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે સમયાંતરે ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ઘટનાઓ સ્થાનિકો અને કર્મચારીઓ માટે ચિંતાનું કારણ બની રહી છે.

ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
g clip-path="url(#clip0_868_265)">