ભરુચમાં 140 રૂપિયા સુધી પહોંચ્યા ડુંગળીના ભાવ, લોકોએ લીલી ડુંગળીને બનાવ્યો ભોજનનો વિકલ્પ
સાતમા આસમાને પહોંચેલા કસ્તૂરીના ભાવ હવે મહિલાઓને રડાવી રહ્યા છે. એક માસ બાદ પણ ડુંગળના ભાવ નહીં ઉતરતા ભરુચ જ નહીં પરંતુ દેશભરના ગરીબોની પરેશાની વધી છે. કેમ કે, અન્ય શાકભાજીના ભાવ પણ પહોંચની બહાર હોવાથી ખાવું તો ખાવું શું એવી સ્થિતિ સર્જાઈ છે. આ પણ વાંચોઃ વીમા કંપનીઓની મનમાની! 13 હજાર ખેડૂતોને નથી આપ્યું […]
સાતમા આસમાને પહોંચેલા કસ્તૂરીના ભાવ હવે મહિલાઓને રડાવી રહ્યા છે. એક માસ બાદ પણ ડુંગળના ભાવ નહીં ઉતરતા ભરુચ જ નહીં પરંતુ દેશભરના ગરીબોની પરેશાની વધી છે. કેમ કે, અન્ય શાકભાજીના ભાવ પણ પહોંચની બહાર હોવાથી ખાવું તો ખાવું શું એવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ વીમા કંપનીઓની મનમાની! 13 હજાર ખેડૂતોને નથી આપ્યું વળતર, જુઓ VIDEO
જે ડુંગળી અત્યાર સુધી 100 રૂપિયાએ કિલોએ વેચાતી હતી. તેના ભાવ હવે ભરુચમાં 140 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એક અંદાજ મુજબ ભરુચમાં દૈનિક 2 લાખ કિલો ડુંગળીનો વપરાશ થાય છે. પણ ડુંગળીના ભડકે બળતા ભાવથી ગૃહિણીઓનું બજેટ વેર વિખેર થઈ ગયુ છે. જે ઘરમાં ડુંગળી વગર ચાલતું નથી તે લોકો હવે સુકી ડુંગળીના વિકલ્પ સ્વરૂપે શિયાળામાં મોટાપાયે મળતી લીલી ડુંગળીનો ઉપયોગ કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો