ભરૂચ: રસ્તાના સમારકામના નામે ખાડાઓમાં ઠલવાતી કપચીથી લોકોને ઈજાઓ પહોંચી, દરવર્ષે કરવા પડતા સમારકામને કોંગ્રેસે ભ્રષ્ટાચાર સાથે સરખાવ્યો

ભરૂચ: રસ્તાના સમારકામના નામે ખાડાઓમાં ઠલવાતી કપચીથી લોકોને ઈજાઓ પહોંચી, દરવર્ષે કરવા પડતા સમારકામને કોંગ્રેસે ભ્રષ્ટાચાર સાથે સરખાવ્યો

તાજેતરમાં વરસેલા વરસાદમાં ભરૂચના મોટાભાગના રસ્તા ધોવાય હતા. આ રસ્તાના લાખોના ખર્ચે સમારકામ કરાયા છે. પરંતુ રીપેરીંગના નામે કપચી ઠાલવી દેવાતા વાહનોના ટાયરોમાંથી ઊડતી કપચી લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચાડતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી પાલિકાને રજુઆત કરી છે. ભરૂચના લીંકરોડ ઉપર ઠેરઠેર રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડા પડી […]

Ankit Modi

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 10:04 PM

તાજેતરમાં વરસેલા વરસાદમાં ભરૂચના મોટાભાગના રસ્તા ધોવાય હતા. આ રસ્તાના લાખોના ખર્ચે સમારકામ કરાયા છે. પરંતુ રીપેરીંગના નામે કપચી ઠાલવી દેવાતા વાહનોના ટાયરોમાંથી ઊડતી કપચી લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચાડતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરી પાલિકાને રજુઆત કરી છે. ભરૂચના લીંકરોડ ઉપર ઠેરઠેર રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડા પડી જતાં સ્થાનિકો રોષે ભરાયા હતા.

Bharuch: Rasta na samarkam na name khadao ma thalvati kapchi thi loko ne irjao pohchi dar varshe karva padta samarkam ne congress e bharstachar sathe sarkhavyo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાલિકા સામે લોકોની વધતી નારાજગીને ડામવા રસ્તાઓનું સમારકામ કરાયું હતું. પાલિકાએ ઘણા વિસ્તારોમાં કપચી પાથરી સમારકામનો સંતોષ માન્યો છે પણ ગુણવત્તાની દ્રષ્ટિએ કોંગ્રેસ આ સમારકામનો વિરોધ કરી રહ્યું છે. લેવલીંગ અને કાર્પેટિંગ ન કરવામાં આવતા રસ્તા ધૂળિયા બન્યા છે, જયારે કપચીઓ ઉડી લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચાડી રહી હોવાના અને દર વર્ષે બનાવવા પડતા રસ્તાને ભ્રષ્ટાચાર સાથે સરખાવતાં આક્ષેપ કરાઈ રહ્યા છે. કોંગ્રેસના શહેર પ્રમુખ તેજપરિત સોખીએ જણાવ્યું હતું કે કપચી વાહનોના ટાયરમાંથી ઉડી લોકોને ઈજાઓ પહોંચાડે છે. દરવર્ષે રસ્તા ખરાબ થતાં રસ્તા ભ્રષ્ટાચારનો ભાગ છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati