ભરૂચના 70 હજાર મિલકતધારકોને 10 દિવસમાં ટેક્સ ચૂકવવા નોટિસ, પાલિકામાં લાંબી કતારો અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં હાઉસ ટેક્સ વસુલાતની કામગીરી ચાલી રહી છે. ભરૂચના 15 હજાર કોમર્શિયલ અને 55 હજાર રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોલ્ડરોને 10 દિવસની સમયમર્યાદા આપી હાઉસ ટેક્સ જમા કરાવવા સૂચના આપી છે. સમયમર્યાદા બાદ રકમ દંડ સાથે ભરપાઈ કરવાની રહેશે. દંડ ટાળવા મોટી સંખ્યામાં મિલ્કત ધારકો પાલિકા કચેરી પહોંચી રહ્યા છે. પાલિકામાં માત્ર એક કાઉન્ટર […]

ભરૂચ નગરપાલિકા દ્વારા હાલમાં હાઉસ ટેક્સ વસુલાતની કામગીરી ચાલી રહી છે. ભરૂચના 15 હજાર કોમર્શિયલ અને 55 હજાર રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોલ્ડરોને 10 દિવસની સમયમર્યાદા આપી હાઉસ ટેક્સ જમા કરાવવા સૂચના આપી છે. સમયમર્યાદા બાદ રકમ દંડ સાથે ભરપાઈ કરવાની રહેશે. દંડ ટાળવા મોટી સંખ્યામાં મિલ્કત ધારકો પાલિકા કચેરી પહોંચી રહ્યા છે. પાલિકામાં માત્ર એક કાઉન્ટર હોવાથી હાઉસ ટેક્સ ભરવા માટે લાંબી કતારો પડી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નંબર આવવા માટે લોકોએ 1 કલાક સુધી કતારમાં પણ ઉભા રહેવું પડે છે, ત્યારે પાલિકા ટેક્સ કલેક્શનની કામગીરી આયોજન વગરની હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કરદાતા મન્સૂરી મહમદહુસેન એ જણાવ્યું હતું કે તેઓ બે કલાકથી કતારમાં ઉભા છે. અવ્યવસ્થાથી કોરોનનો ડર લાગી રહ્યો છે, પાલિકા દ્વારા ઓનલાઈન પેમેન્ટ કલેક્શનની સુવિધા પણ આપવામાં આવી છે, પરંતુ કેટલાક મિલ્કતધારકો ટેક્નિકલ સમસ્યાની ફરિયાદ કરી રહ્યા છે.
પાલિકા સત્તાધીશો સમસ્યા ધ્યાને આવતા હલ કરવા તૈયારી બતાવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નરેશ સુથારવાળાએ જણાવ્યું હતું કે માહિતી ધ્યાન ઉપર આવતા વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે, ઓનલાઇન પેમેન્ટની સમસ્યા પણ હલ કરી દેવાશે. એક તરફ કોરોના માથું ઊંચકી રહ્યો છે ત્યાં બીજી તરફ સરકારી કચેરીઓમાં જ લોકોને સોશિયલ ડિસ્ટન્સ વગર લાંબી કતારોમાં ઉભા રાખતા વિવાદ છંછેડાયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Latest News Updates





