ભરૂચ જિલ્લાના આમોદના મામલતદાર અને નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના સકંજામા રંગેહાથ ઝડપાયા છે. આમોદના રાજકીય અગ્રણી પાસે જમીનના કામે માંગેલી લાંચમાં વડોદરા એક-બે ટ્રેપ કરી હતી. ટ્રેપની ગંધ આવી જતાં મામલતદાર નાસી છૂટ્યા હતા. જ્યારે નાયબ મામલતદારને લાંચની રકમ સાથે દબોચી લેવાયા હતા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારે ફરિયાદીના જમીનના કામ પતાવવા માટે રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આમોદ તાલુકા મામલતદાર કચેરીમાં ફરિયાદી જમીનનું કામ લઈ ગયા હતા. કામની પતાવટ સામે મામલતદાર અને નાયબ મામલતદારે વહીવટની વાત કરી 10 હજાર રૂપિયા લાંચની રકમ નક્કી કરી હતી. મામલતદાર અને નાયબ મામલતદાર ચિરાગ ડોડીયાને આજે ફરિયાદી લાંચની રકમ આપવા એસીબીની ટીમ સાથે પહોંચ્યા હતા. નાયબ મામલતદાર ચિરાગ ડોડીયા રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબી ટ્રેપથી હોવાનું ખબર પડતા મામલતદાર નાસી ગયા હતા. મામલતદાર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ લાંચના પ્રકરણમાં ઝડપાતા સોપો પડી ગયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો