Ganesh Utsav પૂર્વે રાજકોટ આરોગ્ય વિભાગે મોદકના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા

રાજકોટ  મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ  દ્રારા ગણેશોત્સવના બે દિવસ પહેલા જ શહેરના અલગ અલગ છ સ્થળોએથી મોદકના નમૂના લીધા છે. તેમજ તપાસ અર્થે મોકલી આપ્યા છે.

Ganesh Utsav પૂર્વે રાજકોટ આરોગ્ય વિભાગે મોદકના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલ્યા
Before Ganesh Utsav Rajkot Health Department sent a sample of Modak for testing (File Photo)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 08, 2021 | 8:20 PM

દુંદાળા દેવ ગજાનન ગણપતિજીનો મહોત્સવ આવી રહ્યો છે.ગણેશ ઉત્સવમાં(Ganesh Utsav) મોટા પ્રમાણમાં ગણેશજીને પ્રિય એવા મોદકનો(Modak)  લોકો પ્રસાદ તરીકે ઉપયોગ કરે છે.

જો કે આ મોદકમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે હેતુથી રાજકોટ(Rajkot)  મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ(Health Department)  દ્રારા ગણેશોત્સવના બે દિવસ પહેલા જ શહેરના અલગ અલગ છ સ્થળોએથી મોદકના નમૂના લીધા છે  અને આ નમૂનાઓને પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડના કહેવા પ્રમાણે ગણેશોત્સવમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે દસ દિવસ સુધી આ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મોદક ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડના કહેવા પ્રમાણે જ્યારે પણ આપ મોદક ખરીદવા માટે જાવ ત્યારે કેટલીક બાબતોની ખાસ તકેદારી રાખવી જોઇએ જેમકે મોદક તૈયાર કરવામાં કયું ધી અને ક્યું તેલ વાપરવામાં આવ્યું છે. જે મોદક તૈયાર કર્યા છે તે કેટલા દિવસ પહેલાના છે. મોદકમાં કોઇ કલરનું મિશ્રણ તો નથી ને અને જે સ્થળે એટલે કે જે દુકાને આ મોદક તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં કેવી સ્વચ્છતા છે. તેમજ વધુ કલરફૂલ જોવા મળતા મોદક ક્યારેય પણ ન ખરીદવા જોઇએ

ભેળસેળયુક્ત-વાસી મોદક બિમારી નોતરે છે

આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે કેટલાક લેભાગુ તત્વો દ્રારા ભેળસેળયુક્ત અને વાસી મોદક લોકોને આપી દેતા હોય છે અને તહેવારની સિઝનમાં લોકો કંઇપણ વિચાર કર્યા વગર આવા મોદકની ખરીદી કરતા હોય છે જેના પરીણામે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે.આ પ્રકારના મોદક આરોગવાને કારણે પેટમાં દુખાવો અને ફુડ પોઇઝનીંગ થવાની શક્યતા રહે છે અને પાચન શક્તિને પણ અસર પડે છે.

અગાઉ પાણીપુરીમાં ખતરનાક બેક્ટેરીયા મળ્યા

આરોગ્ય વિભાગ દ્રારા સમયાંતરે અલગ અલગ ખાધ સામગ્રીની ચકાસણી કરતા હોય છે જેમાં આરોગ્ય વિભાગ દ્રારા પાણીપુરીના સેમ્પલ લીધા હતા જેમાં પાંચ પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી લીધેલા નમૂના ફેઇલ થયા હતા અને પાણીપુરીના પાણીમાંથી ઇ.કોલી ના બેક્ટેરીયા મળી આવ્યા હતા.આવા બેક્ટેરીયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.આરોગ્ય વિભાગ દ્રારા શહેરની વધુ 20 જેટલા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લીધા હતા અને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારે સામાજિક ,ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શરતો સાથે ડીજે અને બેન્ડ બાજાને મંજૂરી આપી

આ પણ વાંચો : Gujarat : શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">