ગુજરાત સરકારે સામાજિક ,ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શરતો સાથે ડીજે અને બેન્ડ બાજાને મંજૂરી આપી

ગુજરાતમાં સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડીજે અને બેન્ડ બાજાની મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત(Gujarat)  સરકારે સામાજિક ,ધાર્મિક(Religious) તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શરતો સાથે ડીજે(DJ) અને બેન્ડ બાજાને(Bandbaja) મંજૂરી આપી છે. જે અંગે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડયો છે. તેમજ 400 લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થઈ શકશે.

આ ઉપરાંત મહત્તમ 15 લોકોની ઉપસ્થિતિમાં ગણેશ સ્થાપન અને વિસર્જન થઈ શકશે, જ્યારે આગામી સમયમાં રાજકીય કાર્યક્રમો માટે પણ ડીજેને મંજૂરી મળી શકે છે.

ગુજરાતમાં સરકારે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવની શરતી મંજૂરી આપી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ગણેશ મંડળના સંચાલકો ગણેશ ભગવાનની સ્થાપના અને વિસર્જન માટે ડીજે અને બેન્ડ બાજાની મંજૂરીની સરકારે પાસે માંગ કરી રહ્યાં હતા.

આ દરમ્યાન આજે સુરત પોલીસ કમિશ્નરે ગણેશ ઉત્સવ દરમ્યાન કોરોના ગાઈડ લાઇના પાલન માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

જેમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આયોજકોનો થર્મલ સ્કેનિંગ, સેનેટઇઝર સાથે ઓક્સિમીટરની સુવિધા ઉભી કરવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત આયોજકોને શ્રીજીના દર્શનની વ્યવસ્થા માટે યોગ્ય અંતર જાળવી ગોળ કુંડાળા કરવા અને બેઠક વ્યવસ્થા દરમ્યાન બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટ અંતર જળવાઈ રહે તેની કાળજી રાખવા સૂચના આપી છે.

જોકે આ વર્ષે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવની ગાઇડલાઇન મોડેથી જાહેર કરી છે. જો કે હાલમાં ગણેશ ભક્તો દ્વારા  ગણેશ ઉત્સવની  તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

આ પણ વાંચો : Ahmedabadમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક 168 ટકાનો વધારો!

આ પણ વાંચો: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ ,કોરોના મુદ્દે ભાભી અને નણંદ આમને સામને

Click on your DTH Provider to Add TV9 Gujarati