Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

સામાન્ય રીતે મહેસૂલી આવક તો સરકારને આપવાની હોય છે, પરંતુ મહેસાણાના 3 ગામોમાં પરંપરા કઇક અલગ છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેસુલી આવક સરકારને આપવામાં આવતી નથી.

Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?
Bahuchraji Temple (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 3:28 PM

સામાન્ય રીતે મહેસૂલી આવક (Revenue income) તો સરકારને આપવાની હોય છે, પરંતુ મહેસાણાના 3 ગામોમાં પરંપરા કઇક અલગ છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા (Becher, Dedana and Dodiwala Village)ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેસુલી આવક સરકારને આપવામાં આવતી નથી. આ ત્રણેય ગામના મહેસુલની રકમ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ ત્રણ ગામની 42 હજાર રૂપિયાની આવક માના ચરણોમાં ધરાવવામાં આવી.

મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમા મા બહુચરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરા છે. મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામમાં ગાયકવાડ રજવાડાના સમયથી મહેસુલની રકમ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં આપવાની પરંપરા ચાલતી આવે છે. આ રકમ વર્ષોથી બહુચરમાના પૂજા-પાઠ માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.

પરંતુ મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમા મા બહુચરને ધરાવાતી મહેસૂલી આવકની અનોખી પરંપરાથી આજે આપને અવગત કરાવીએ. જેમાં બહુચરાજી તાલુકાના 3 ગામોની મહેસૂલી આવક માં બહુચરના ચરણે ધરાવાય છે. જેમાં બહુચરાજીના બેચર, ડેડાણા અને ડોડીવાળાને ગાયકવાડે ઈનામી ગામ જાહેર કર્યા હતા. જે ત્રણ ગામોની મહેસૂલી આવક સદીઓથી દીવા બત્તી માટે માતાજીના ચરણોમાં ધરાવાય છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

વર્ષો પહેલા શક્તિપીઠ બહુચરાજી મંદિરના પુનઃ નિર્માણ બાદ ધ્વજા રોહણ કરનાર ગાયકવાડ રજવાડા પરિવાર તરફથી મહેસાણાના બેચર, ડેડાણા અને ડોડીવાળા ગામને ઇનામી ગામ જાહેર કરવામાં આવ્યા હતા. તે સમય મુજબ ઇનામી ગામ એટલે આ ગામોની મહેસુલી આવક માના ચરણોમાં ધરાવવાનો લાભ અપાતો હતો. આ પરંપરા હજુ પણ ચાલતી આવી છે. આ વર્ષે ત્રણ ગામની મહેસૂલી આવકનો રૂ. 42 હજારનો ચેક માતાજી ના ચરણોમાં ધરાવાયો હતો.

યાત્રાધામ બહુચરાજીમાં રોજ લાખો અને કરોડોની આવક થતી હોય છે. પરંતુ તેની સામે રૂ. 42 હજારની રકમ ભલે સામાન્ય લાગતી હોય, પરંતુ આ ત્રણેય ગામના લોકોની શ્રદ્ધા અને અતૂટ આસ્થા આ સાથે જોડાયેલા છે.

મહત્વનું છે કે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ પાસે મોટી રકમ અનામત છે. ઉપરાંત સોના ચાંદીના વાસણો, ઘરેણાં પણ છે. 300 કરોડથી વધુ કિંમતનો ગાયકવાડી સમયનો અમૂલ્ય હાર પણ છે. તેમ છતા 42 હજાર રૂપિયાની રકમ અમૂલ્ય છે. રાજા રજવાડાઓ સમયમાં વિવિધ મંદિરોમાં પૂજા સામગ્રી કે નિભાવ ખર્ચ માટે સાલિયના કે જાગીર આપવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે. જે પ્રમાણે આ ગામોને પણ તે સમયે પૂજા સામગ્રીનો ખર્ચ આપવા જાહેર કરાયા હતા.

આ પણ વાંચો-

અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ

આ પણ વાંચો-

Ahmedabad : 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ વેગવંતુ બનાવવા AMCનું ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">