Ahmedabad : 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ વેગવંતુ બનાવવા AMCનું ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન
સંક્રમણ વધુ ન ફેલાય તે માટે 3 જાન્યુઆરી 2022થી 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ અભિયાન શરુ કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદમાં 100 ટકા કિશોરોના રસીકરણના અભિયાન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહ્યુ છે.
અમદાવાદમાં કિશોરોના રસીકરણ (Vaccination)ની કામગીરીને વેગવંતી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી કવાયત હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં AMCનું ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન શરુ થયુ છે. વધુમાં વધુ 15થી 18 વર્ષના કિશોરો રસી લે તે માટે આ આયોજન કરવામાં આવ્યુ છે.
એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે 3 જાન્યુઆરી 2022થી 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ અભિયાન શરુ કરી દેવામાં આવ્યુ છે. અમદાવાદમાં 100 ટકા કિશોરોના રસીકરણના અભિયાન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહ્યુ છે. રસીકરણની કામગીરી ધીમી ન પડે અને કિશોરોમાં કોરોના સામેની રસી લેવાનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે AMC દ્વારા રસી લેનાર વ્યક્તિને સ્કૂલ બેગ આપીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.
ડેપ્યુટી હેલ્થ ઓફિસર જી.ટી. મકવાણાના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થીઓએ કોઇ કારણોસર શાળા છોડી દીધી છે,ઝુપડપટ્ટી વિસ્તારમાં રહે છે. તેમના રસીકરણ માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર જી.ટી. મકવાણાના જણાવ્યા અનુસાર નોર્થ ઝોનની સ્કૂલમાં 36 હજાર કિશોરોના રસીકરણનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. તે સિવાય પણ અન્ય કિશોરો રસી લે તે માટે કામગીરી ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
મહત્વનું છે કે અમદાવાદમાં કિશોરોના રસીકરણ અભિયાન માટે શહેરમાં 150થી વધુ ટીમો કામે લગાવાઇ છે. બાળકોને રસી લીધા બાદ કોઇ આડઅસર ન થાય તેનું પણ ધ્યાન અપાઇ રહ્યું છે. રસીકરણ પ્રક્રિયા શરૂ થતા જ શાળા સંચાલકો સહિત વાલી અને બાળકોને રાહત મળી રહી છે.
આ પણ વાંચો-
માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું
આ પણ વાંચો-