Baroda : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-2022 માટે રજુ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં બોન્ડ બહાર પાડી અને જમીન વેચીને 350 કરોડ એકઠા કરવાની દરખાસ્ત કરાઈ છે. મ્યુનિસિપલ કમિશ્નર સ્વરૂપ પી એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કરેલ અંદાજપત્રમાં, વડોદરાવાસીઓ ઉપર વધારાનો કોઈ પણ બોજો નાખ્યા સિવાય 3804.81 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. જેમા 100 કરોડના વિકાસ કાર્યો સુચવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં નવા ભેળવેલા સાત ગામને પિવાનુ પાણી આપવાની પણ દરખાસ્ત કરાઈ છે. તો સમા તળાવ પાસે નવું ફાયર સ્ટેશન બનાવવા જરૂરી નાણાકીય જોગવાઈ સુચવવામાં આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે, વિવિધ વિકાસના કાર્યોને પહોચી વળવા માટે રૂપિયા 350 કરોડનું જરૂરી ભંડોળ એકઠુ કરવાની પણ દરખાસ્ત કરી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની પરવાનગીથી રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરાઈ છે. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીનના વેચાણથી આશરે 150 એકઠા કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.
Published On - 8:34 pm, Mon, 15 March 21