મોહનથાળનો વિવાદ વકરતા વેપારીઓ શનિવારે બંધ પાળશે, વિશ્વ હિંદુ પરિષદ વિરોધ પ્રદર્શન સાથે કરશે ધરણા
શનિવારે અંબાજીમાં વેપારીઓ સજજડ બંધ પાળશે. વેપારીઓની સાથે વિશ્વ હિંદુ પરિષદ પણ વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરશે. હિંદુ સંગઠનોએ દાતાઓની મદદથી મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. અંબાજીના પ્રસાદ વિવાદ મુદ્દે વિરોધનો વંટોળ વધુ શરૂ થયો છે.
શક્તિની આરાધનાનું ધામ એટલે અંબાજી. જોકે આજકાલ અંબાજી પ્રસાદ વિવાદને લઇને ભારે ચર્ચામાં છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં માઇભક્તોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. હિંદુ સંગઠનોના વિરોધના વંટોળ વચ્ચે તંત્ર કે મંદિર પ્રસાશને નિર્ણય ન બદલતા હવે અહિંસક લડાઇ શરૂ થઇ છે. અંબાજીના વેપારીઓ બંધ પાળીને વિરોધ કરવાનું એલાન કર્યું છે .
શનિવારે અંબાજીમાં વેપારીઓ સજજડ બંધ પાળશે. વેપારીઓની સાથે વિશ્વ હિંદુ પરિષદ પણ વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરશે. હિંદુ સંગઠનોએ દાતાઓની મદદથી મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. અંબાજીના પ્રસાદ વિવાદ મુદ્દે વિરોધનો વંટોળ વધુ શરૂ થયો છે.
વિધાનસભામાં પણ ગૂંજ્યો મોહનથાળનો મુદ્દો
અંબાજીના પ્રસાદ મુદ્દે વિરોધના વંટોળ બાદ રાજકારણ પણ ગરમાયું છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલે વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ચીકીના પ્રસાદનો બચાવ કરવા મામલે નારેબાજી કરી હતી. જેની સામે ભાજપના ધારાસભ્યોએ મોદી મોદીના નારા શરૂ કરી દીધા.
જવાબમાં કોંગ્રેસે બોલ માડી અંબેનો નાદ વિધાનસભામાં ગજવી દીધો. આ બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષે તો વિપક્ષના ધારાસભ્યોને વોક આઉટ કરવું હોય તો વોક આઉટ કરવા માટે પણ છૂટ આપી દીધી હતી, પરંતુ કોંગ્રેસે નારેબાજી યથાવત્ રાખતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
આ સાથે જ કોંગ્રેસના MLA અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, ભાજપે મિત્રોને લાભ કરવાના હેતુસર સદીઓ જૂની પરંપરા બદલી છે. માતાજીના પ્રસાદમાં પણ ભાજપ સરકારને વેપાર દેખાયો છે અને મિત્રોના ધંધાને પ્રોત્સાહન આપવા મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કોંગ્રેસના આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું કે, અંબાજી મંદિરમાં ચીક્કી આપવી કે મોહનથાળ આપવો તે ટ્રસ્ટનો નિર્ણય છે. ટ્રસ્ટે કરેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કંઈ ન કરી શકે. ટ્રસ્ટના નિર્ણયને ખોટી રીતે ગૃહમાં ચર્ચી ન શકાય.