AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં સતત નારાજગી

Gujarati Video: અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં સતત નારાજગી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2023 | 7:14 PM
Share

Banaskantha: અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા સતત બીજા દિવસે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવાર હોવાથી મંદિરમાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. જેમા ભાવિકોએ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માગ કરી હતી.

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા સતત બીજા દિવસે ભક્તોમાં નારાજગી જોવા મળી. રવિવારની રજા હોવાથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ લાગી. જ્યાં મોહનથાળની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ મળતા ભક્તો નારાજ થયા હતા. ભક્તોએ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માગ કરી હતી. ભક્તો સવાલ કરી રહ્યા છે કે વિધર્મી પણ આવો નિર્ણય ન લે તેવો નિર્ણય વહીવટદારોએ કેમ લીધો?

મોરિયા ગામના યુવકે પીએમને લખ્યો પત્ર

પાલનપુરના મોરિયા ગામના યુવકે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે તો આવતીકાલે હિન્દુ સંગઠનો કલેકટરને આવેદનપત્ર આપશે. બીજી તરફ ધારાસભ્યો અવાજ નહીં ઉઠાવતા તેમના ઘરે હનુમાન ચાલીસા કરવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

પ્રસાદ બદલવાના નિર્ણયને વિશ્વ હિન્દુ પરિષદે ખોટો ગણાવ્યો

વિશ્વ હિન્દુ પરિષદે પણ આ પ્રસાદી બદલવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે રાજકીય લોકોના દબાણમાં આવીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય બદલવામાં નહીં આવે અને જરૂર પડશે તો વિશ્વ હિન્દુ પરિષદ રસ્તા પર પણ ઉતરશે કારણકે આ નિર્ણય બદલીને ભક્તોની આસ્થા સાથે રમત રમવામાં આવી છે અને તેને વિશ્વ હિન્દુ પરિષદ કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લે.

આ પણ વાંચો: Gujarati Video: અંબાજીના મોહનથાળના પ્રસાદ મુદ્દે રાજનીતિ તેજ, જાણો કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનો શું છે મત

તો મહાપ્રસાદ બંધ કરવા મુદ્દે કરણી સેના પણ મેદાને આવી છે અને ભક્તોની આસ્થા સાથે રમત નહીં ચલાવી લેવામાં આવે તેમ જણાવ્યુ છે. પ્રસાદ મુદ્દે સરકાર દરમિયાનગીરી કરે તેવી પણ માગ કરી છે.

Published on: Mar 05, 2023 06:36 PM
g clip-path="url(#clip0_868_265)">