ગ્લોબલ વોર્મિંગ અસર : આકરા ઉનાળામાં વન્યજીવો પણ ટેન્કરના પાણી પર નિર્ભર
વન્યજીવ આકરા ઉનાળામાં પીવાના પાણી (Water source)તેમજ ખોરાક માટે તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા બનાસકાંઠા વન વિભાગ દ્વારા વનયજીવ માટે કરવામાં આવી છે.
Banaskantha: ઉનાળો (Summer)આકરો બનતાં ટેન્કરથી માનવીઓ જ પાણી પીએ છે એવું નથી વનમાં રહેતા વન્યજીવો (Wildlife)માટે પણ આકરા બનતાં ઉનાળામાં ગજલરમાં ટેન્કર દ્વારા ભરવામાં આવતા પાણીથી પોતાની તરસ છીપાવે છે. વન્યજીવ આકરા ઉનાળામાં પીવાના પાણી (Water source)તેમજ ખોરાક માટે તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા બનાસકાંઠા વન વિભાગ દ્વારા વનયજીવ માટે કરવામાં આવી છે.
ગ્લોબલ વોર્મિંગની અસર પ્રકૃતિ પર સૌથી વધુ દેખાઈ રહી છે. ઉનાળો દિનપ્રતિદિન આકરો બની રહ્યો છે. જેના કારણે કુદરતી પાણીના જળ સ્ત્રોત સુકાઈ રહ્યા છે. વન વિસ્તારની વાત કરવામાં આવે તો અગાઉ કુદરતી પાણીના જળ સ્ત્રોત ઉનાળા દરમિયાન વન્યજીવો માટે પીવાનું પાણી પુરૂ પડતા હતા. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસર અને ઘટતા જતા વૃક્ષોના કારણે હવે કુદરતી જળ સ્ત્રોતોમાં પાણી નથી. આ વિકટ પરિસ્થિતિમાં વન્યજીવોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે બનાસકાંઠા વન વિભાગ દ્વારા જંગલમાં ગજલર બનાવવામાં આવી છે. જે ગજલરોને ટેન્કરના પાણીથી ભરવામાં આવી રહી છે. ટેન્કરનું પાણી ગજલરમાં ભરી વન વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવોની પાણી સમસ્યા દૂર કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના વન વિસ્તારમાં પવનચક્કી આધારીત બોરવલ બનાવવામાં આવ્યા છે. જે બોરવલમાંથી પાણીના હવાડા તેમજ ગજલર ભરવામાં આવે છે. જ્યારે ઉનાળા દરમ્યાન સુકા જંગલમાં રીંછ અને અન્ય વનયજીવોને ખોરાક મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી અને ખોરાકની સમસ્યા ન રહે તે માટે વન વિભાગના કર્મચારીઓ ખડેપગે છે.
વન વિસ્તારમાં બનાવેલી ગજલર ઉનાળાની ગરમી વચ્ચે વન્યપ્રાણીઓ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની છે. વન વિભાગ દ્વારા ગજલરો ની પાસે ગોઠવેલા સીસીટીવી કેમેરામાં વન્ય જીવો રાત્રી દરમિયાન આ ગજલરમાં પાણી પીતા નજરે પડી રહ્યા છે. દાંતીવાડા પરિક્ષેત્ર વન અધિકારી શક્તિસિંહ રાજપૂત નું કહેવું છે કે બદલાતા વાતાવરણ વચ્ચે જો આ વ્યવસ્થા ન કરવામાં આવે તો વન્ય જીવ માનવ વસ્તી તરફ પ્રયાણ કરે. જેથી વન્ય જીવ તેમજ સ્થાનિક લોકો બંનેના જીવન સામે જોખમ થાય. આ જ કારણે ખોરાક થી લઈ પાણીની તમામ વ્યવસ્થા બનાસકાંઠા જંગલ વિસ્તારમાં કરવામાં આવી છે. જેથી જંગલમાં રહેતા વન્યજીવ માનવ વસ્તી તરફ ખોરાક અને પાણીની શોધમાં ન જાય.
આ પણ વાંચો :Rajkot : આમ આદમી પાર્ટીએ રૂપાણી સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસ સમિતિની માંગ કરી