Ahmedabad: બાઈક અથડાવા બાબતે ખાર રાખી પિતા પુત્ર પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો, પિતાનું મોત પુત્ર ઘાયલ, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ
Ahmedabad: નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રસ્તા પર બાઈક અથડાવા બાબતનો ખાર રાખી બોલાચાલી બાદ ત્રણ શકશોએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું મોત થયું છે.
Ahmedabad: નારોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. રસ્તા પર બાઈક અથડાવા બાબતનો ખાર રાખી બોલાચાલી બાદ ત્રણ શકશોએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું મોત થયું છે જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના નારોલમાં બાઇક અથડાતાં બોલાચાલી થઈ હતી અને બાદમાં સમગ્ર મામલાનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા માર માર મારવામાં આવતા સમગ્ર બનાવ હત્યામાં (Murder) પરિણમ્યો છે.
નારોલના સરદાર એસ્ટેટનાં પાછળના ભાગે વિવેક અને તેના પિતા લચ્છીરામ ચાલીને જઈ રહ્યા હતા તે દરમ્યાન બાઈક પર આવેલા ત્રણ શકશોએ વિવેક અને તેના પિતા પર છરી વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં પિતા લચ્છીરામનું મોત નિપજ્યું જ્યારે પુત્ર વિવેક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર બનાવની વાત કરીએ તો બે દિવસ પહેલા રાતના સમયે વિવેક અને એના પિતા સરદાર એસ્ટેટના પાછળના રસ્તા પરથી ચાલીને જતા હતા ત્યારે સંદીપ અને સચિન નામના વ્યક્તિઓ સાથે બાઈક અથડાવા બાબતે ઝગડો થયો હતો. જે બાદ વિવેક અને તેના પિતા સરદાર એસ્ટેટનાં અંદરના રસ્તે પહોંચ્યા ત્યારે સંદીપ, સચિન તેમજ પ્રજ્ઞેશ ઉર્ફે કાળું ત્યાં પહોંચ્યા હતા અને વિવેક અને તેના પિતા પર છરી વડે હુમલો કર્યો હતો. જોકે વિવેક અને તેના પિતા બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં પહોંચ્તા ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. સ્થાનિકોએ પિતા પુત્ર ને હોસ્પિટલ પહોચાડ્યા હતા. જોકે સારવાર દરમ્યાન પિતાનું મોત નિપજ્યું હતું. હાલ તો સમગ્ર મામલે વિવેકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી સંદીપ, સચિન અને પ્રજ્ઞેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો