Rajkot : આમ આદમી પાર્ટીએ રૂપાણી સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસ સમિતિની માંગ કરી

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પોતાના માનીતા શેઠ બિલ્ડર સાથે મળીને સહારા પાસેથી સસ્તી જમીન ખરીદી કરીને તેનો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફાળવણી કરી હતી.જે ગેરકાયદેસર છે.રાજ્યગુરૂએ આ કિસ્સામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે

Rajkot : આમ આદમી પાર્ટીએ રૂપાણી સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસ સમિતિની માંગ કરી
Rajkot Aam Aadmi Party Press Conference
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:23 PM

ગુજરાતના રાજકોટ(Rajkot)નજીક આણંદપર નવાગામની જમીન વિવાદ અંગે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ(AAP)ઝુકાવ્યું છે આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પત્રકાર પરિષદ કરીને આણંદપર નવાગામની જમીનમાં ભ્રષ્ટાચારનો(Corruption)આક્ષેપ કર્યો હતો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કરતા કહ્યું હતું કે એક RTIમાં ખુલાસો થયો છે કે સહારા કંપની જમીન રેસીડન્ટ હેતુ માટે ફાળવણી કર્યા બાદ વર્ષ 2010માં શ્રી સરકાર થઈ હતી જોકે ત્યારબાદ તત્કાલીન કલેકટર રાહુલ ગુપ્તા એ શ્રી સરકાર જમીન ને ફરી ફાળવવા માટે 30 ઓગસ્ટ 2018 ના પત્રથી મહેસુલ વિભાગ ને દરખાસ્ત મોકલી અને ૬ સપ્ટેમ્બર 2018 ના પત્ર એટલે કે આઠ વર્ષથી પેન્ડિંગ ફાઈલને આઠ દિવસ કરતાં ઓછા સમયથી મંજૂર કરી આપી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક હજારો એકર જમીન મળતિયાઓને ફાળવવાનો આક્ષેપ કર્યો

રાજ્યગુરુ એ વિજય રૂપાણીએ પોતાના માનીતા શેઠ બિલ્ડર સાથે મળીને સહારા પાસેથી સસ્તી જમીન ખરીદી કરીને તેનો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફાળવણી કરી હતી.જે ગેરકાયદેસર છે.રાજ્યગુરૂએ આ કિસ્સામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બામણબોર એટલે કે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક હજારો એકર જમીન સુરેન્દ્રનગરના કલેકટર સાથે મળીને ભાજપના મળતિયાઓને હોટેલ માટે ફાળવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો

બે અમદાવાદ થાય તેટલી ગૌચરની જમીન ભાજપના મળતિયાઓને વેંચી મારી-ઇસુદાન ગઢવી

આપ નેતા ઈશુદાન ગઢવીએ સરકાર સામે આક્ષેપ કરતા કહ્યુ હતું કે રાજ્ય સરકાર દ્વારા વિન્ડફાર્મ મળતિયાઓને આપીને ગોચરની જમીન બારોબાર વેચી નાંખી છે.બે અમદાવાદ વિકસી શકે તેટલી ગૌચરની જમીન,પડતર જમીન અને ખાલસા જમીન ભાજપના મળતિયાઓને આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો ભાજપ સરકાર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની કમિટી તપાસ કરે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો

જે.પી.નડ્ડાના પ્રવાસ અંગે AAPએ કર્યા પ્રહારો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસ પર આપ નેતા ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપનો અહંકાર બોલી રહ્યો છે.૫૦ વર્ષ સુધી કોઇ પાર્ટીને હરાવી ન શકાય તેવો દાવો કરતા ભાજપ લોકશાહીને ખતમ કરી રહ્યું છે.ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી રહ્યું છે.પહેલા ટોપીની મજાક કરી રહ્યા હતા આજે ટોપી રહેરી રહ્યા છે.પહેલા મફત વીજળીની મજાક ઉડાવતા હતા હવે ભાજપ શાસિત રાજ્યોમાં વીજળી મફત આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">